SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મમૂતિસૂરિ ૩૬૫ ૧૪૮૧. ખેંગારજીને કચ્છની ગાદી પ્રાપ્ત થતાં જ તેમણે પોતાના પરમ ઉપકારી ગોરજી માણેકમેરજીને કચ્છ તેડાવ્યા. ભૂજમાં જ તેમણે મોટી પિશાળની સ્થાપના કરી અને માણેકમેઇને તેના વડા સ્થાપ્યા. મહારાવ ખેંગારજીની સાંગ તથા ગોરજી તરીકેનું પોતાનું સ્થાન સંભાળવા માણેકબેરજી ત્યારે ચરાડવાની પોશાળથી ભૂજની મોટી પોશાળમાં આવ્યા ત્યારે પિતાની સાથે હીરા-માણેક જડિત અંબાજીની મૂર્તિ લાવ્યા હતા. ૧૪૮૧-. પ્રો. વિલિયમ્સ શિબુકે “બ્લેક હિલ્સ ' નામના ગ્રંથમાં માણેકબેરજી વિશે ગૌરવાન્વિત ઉલ્લેખ કર્યા છે. તેઓ વિશેપમાં નોંધે છે કે ગોરજીઓ માટે એક ખાસ પ્રકારની ટોપી નિયત થયેલ છે. જેની બનાવટ ખેંગારજીએ વધ કરેલ સિંહના કાન તથા પૂછડીની યાદ આપે તેવી રીતે કરવામાં આવી છે. આ ટોપીના મધ્ય ભાગમાં માણેકબેરજીને ખેંગારજીએ જે માણેકની ભેટ આપી હતી, તે જડી દેવામાં આવ્યું છે. ૧૪૮૨. મહારાવે પ્રચલિત કારીગરીવાળાં ખાસ બંધાવેલાં મકાનમાં ગેરના વંશજો આજ પર્યત ભૂજમાં રહે છે. માણેકબેરજી તે ગાદીના પ્રથમ ગરજી અથવા રાજગુરૂ તરીકે સ્થપાયા. કચ્છના રાજકુમારોએ ભૂજની મોટી પિશાળમાં જ વિદ્યાભ્યાસ કર્યો છે. રાજ્યના ભાટ કવિઓને પણ આ ગરજી મૌખિક રીતે વિદ્યા ભણાવતા અને સૂચનાઓ આપતા. માણેકમેરજની પરંપરાના પદમમેરજ સારા વિદ્વાન હતા. કચ્છની ગાદી સ્થાપવામાં માણેકમેરજીએ જે પ્રેરણા અને આશ્રય આપ્યાં તેની મહારાજે ભારે કદર કરી અને તેના બદલામાં તેમને રાજ્ય તરફથી વંશપરંપરાગત હક્કો આપ્યા, અંચલગચ્છના ઇતિહાસમાં માણેકરજી એક સુવર્ણ પૃષ્ણ પૂરું પાડી ગયા છે. તેમણે પ્રાપ્ત કરેલ રાજ્યાશ્રય દ્વારા તેઓ જૈનધર્મના સિદ્ધાંતોને પ્રચાર કરવામાં યશવીનીવડ્યા. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિની મહાન કારકિર્દીની તેઓ પૂર્વભૂમિકા તૈયાર કરતા ગયા. ૧૪૮૩. માણેકરજીએ ખેંગારજીને આપેલી ચમત્કારી સાંગ ભૂજની મોટી પિશાળમાં બહુ જ આદરપૂર્વક જાગીરની બીજી કીમતી વસ્તુઓ સાથે જાળવી રાખવામાં આવી છે. માણેકમેરછના આશીવચનથી તથા તેમણે આપેલી આ સાંગની મદદથી ખેંગારજી કઈ પુરાણપ્રસિદ્ધ વીરપુરુષ જેટલું માન પામ્યા. પ્ર. શિબુક કચ્છના ઉક્ત તવારીખ ગ્રંથમાં નોંધે છે કે આ બરછીને તેના પવિત્ર સ્થાનમાં પડેલી. જેવાને લાભ પરદેશી લેકેને બહુ મળ્યો જણાતો નથી. જો કે મોટા ઉત્સવોના પ્રસંગે તેને પૂર્ણ વિધિપૂર્વક બહાર લઈ આવવામાં આવે છે. દશેરાના દિવસે તેનું પૂજન થાય છે. ૧૪૮૪. માણેકરછના વ્યક્તિગત જીવન વિશે ઝાઝું જાણી શકાતું નથી. મહારાવના સમાગમ પહેલાં–એટલે કે સં. ૧૫૬૨ પહેલાં તેઓ ચરાડવાની પોશાળમાં રહેતા હતા. સં. ૧૫૯૬ માં જામ રાવળે કરછ છેડી શ્રાવણ સુદી ૭માં હાલારમાં પોતાની ગાદી સ્થાપી. એ અરસામાં માણેકમેરજી મહારાવ ખેંગારજીના તેડાવવાથી કચ્છમાં પધાર્યા હશે એ વાત ચોક્કસ છે. કેમકે જામરાવળના ચાલ્યા ગયા પછી જ ખેંગારછ કછ ઉપર રાજ્યશાસન સ્થાપી શકયા. અલબત્ત, તેમને એ પછી પણ ઘણું દુશ્મનને નમાવવા પડવ્યા. પરંતુ કચ્છનું રાજ્ય મેળવ્યા પછી થોડા જ સમયમાં પોતાના ઉપકારીને કચ્છમાં તેડાવવાનું તેઓ ચૂક્યા નહીં હોય. શરુઆતમાં તેમણે પોતાની રાજધાની અંજારમાં રાખી પરંતુ સાતેક વરસ બાદ ભૂજમાં ખસેડી. એટલે સં. ૧૬૦૩ના અરસામાં તેમણે ભૂજમાં મોટી પિશાળ બંધાવી આપી હશે, અને માણેકરજીને તે સુપ્રત કરી રાજગુરુ તરીકે તેમને ત્યાં સ્થાપ્યા હશે. તે પછી સદાને માટે તેઓ ભૂજમાં જ રહ્યા હશે. કચ્છના મહારાવે એમને ઉપાધ્યાયપદ અપાવ્યું હતું. તેમના તથા તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy