SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ય અંચલગચ્છ દિગદર્શન સં. ૧૬૩૫ માં ધર્મમૂર્તિસૂરિ ત્યાં પધારતાં કાકાએ બાળકને વહોરાવ્યો. સં. ૧૬૪૧ ના મહા સુદી રના દિને ગુરુએ તેને દીવબંદરમાં દીક્ષા આપી રત્નસાગર નામ આપ્યું, આગમાભ્યાસ કરાવ્યા બાદ સં. ૧૬૪૪ ના વૈશાખ સુદી ૩ ના દિને વડી દીક્ષા આપીને તેમને કલ્યાણસાગરસૂરિના રિવ્ય તરીકે સ્થાપ્યા. પાછળથી મહોપાધ્યાય અને સં. ૧૬૪૮માં મુનિમંડલ નાયકપદે તેઓ પ્રસ્થાપિત થયા. તેઓ કલ્યાણસાગરસૂરિ સાથે વિહરતા રહ્યા. ગુએ તેમને વિદ્યામંત્રો આયા અને તેઓ વિશેષ પ્રકારે નિર્મળ ચારિત્ર્ય પાળવા લાગ્યા. સં. ૧૬૫૪ ના ફાગણ સુદી ૩ ના દિને મહોપાધ્યાયજીએ સુરતમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાંના મીઠડિયા ગોત્રીય શ્રેરી સ્વરૂપચંદે દશ હજાર દામ ખરચીને તેર મનહર જિનપ્રતિમાઓ વિ. સં. ૧૫૫૫ માં રાધનપુરમાં પધાર્યા. ત્યાં બુહડ ગોત્રી મેઘણ શ્રેષ્ઠીએ તેમના ઉપદેશથી શીખે. શ્વરજીને સંઘ કાઢ્યો અને ત્રણ જિનબિંબો ભરાવી ચૈત્ર સુદી ૧૩ ના દિને પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે શ્રેષ્ઠીએ સ્વામીવાત્સલ્ય પણ કર્યું. મહોપાધ્યાયજીના ઉપદેશથી સં. ૧૬૫૫ માં ખંભાત અને ભરૂચમાં શ્રાવકોએ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી, પાલણપુર નવાબની બેગમને છમાસી જવર દૂર કર્યો અને તેથી રત્નસાગરજીનો યશ સર્વત્ર વિસ્તર્યો. તેઓ સાધુના પાંચે આચારો અતિચાર સહિત પાળતા હતા, પાંચે સમિતિને ધારણ કરતા હતા; મન, વચન અને કાયાને ગોપવીને ચાલતા હતા, તથા કામ અને કપાયને નિવારતા હતા. સં. ૧૭૨૦ ના પિષ સુદી ૧૦ ના દિને ગુરુ કપડવંજમાં શુભ ધ્યાનથી દેવગતિને પામ્યા. ૧૪૬૮. રત્નસાગરજીના સંસારપક્ષીય કાકા રસીએ સં. ૧૬૫૧ માં કલ્યાણસાગરસૂરિ જખૌમાં ચાતુર્માસ રહેલા ત્યારે તેમની ઘણી ભક્તિ કરી અને શ્રાવકના બારે વ્રત નિયમપૂર્વક સ્વીકાર્યા હતા એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. ૧૪૬૯. વર્ધમાન–પદ્મસિંહશાહે ભદ્રાવતીથી કાટેલા શત્રુંજયતીર્થના વિશાળ સંઘમાં રત્નસાગરજી ગચ્છનાયક સાથે જ રહેલા એમ “વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠ ચરિત્ર'ના વર્ણન દ્વારા જણાય છે. કલ્યાણસાગરસૂરિના દેહાવસાન સુધી તેઓ ગુના સાનિધ્યમાં જ રહ્યા અને એમની સવિશેષ પ્રીતિ સંપાદન કરેલી. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે સં. ૧૭૭માં ગુના અંતિમ ચાતુર્માસ વખતે રત્નસાગરજી ભૂજમાં “મેઘના ગરવ સમાન ગંભીર ધ્વનિ થી વ્યાખ્યાન સંભળાવતા હતા. ૧૪૭૦. ધર્મસાગરજ પટ્ટાવલીમાં મહાધ્યાયજીના ચાર શિષ્યો આ પ્રમાણે જણાવે છે : (૧) મેઘસાગર (૨) સુમતિસાગર (૩) વિબુધસાગર (૪) સુરસાગર. એ ઉપરાંત એમના બીજા પણ અનેક શિષ્ય હતા એમ પ્રાચીન સાહિત્યમાંથી ઉલ્લેખો મળી રહે છે, જેમાંના કેટલાંક નામો આ પ્રમાણે છે: (૧) મનમોહનસાગર (૨) સંયમસાગર (૩) નવસાગર (૪) પદ્મસાગર જેમના શિષ્ય ધીરસાગર શિષ્ય રિદ્ધિસાગર થયા. ઉકત શ્રમણે વિશે પાછળથી ઉલ્લેખ કરીશું. એમના આજ્ઞાવત શિખ્યા ગુણશ્રીજી વિશે નેધી ગયા છીએ. એ ઉપરાંત પણ અનેક સાધુ-સાધ્વીઓ એમના પરિવારમાં હશે, જેની પ્રતીતિ તેમના “મુનિગણ નાયક’ એવા બિરુદ દ્વારા થઈ શકે છે. ૧૪૭૧. મહોપાધ્યાયજીનો વિવાર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત તરફ સવિશેષ હશે એમ ઉપર્યુકત ઉલેખ દ્વારા જણાય છે. મારવાડ તરફ પણ તેમણે પદાર્પણ કર્યું હતું. ત્યાંના વાલેરા ગામમાં એમના શિષ્ય મેઘસાગરજીને તેમણે સં. ૧૬૭૦ માં ઉપાધ્યાય પદે વિભૂષિત કર્યા. ૧૪. રત્નસાગરજીનું નામ આ ગચ્છના ઇતિહાસમાં બીજી એ રીતે અમર રહેશે કે અંચલ Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy