SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ દિન ૧૪૩૪. તદનતર આચાર્ય અનુક્રમે માંડલ, ખંભાત, સુરત, રાણપુર, વઢવાણુ તથા પાલીતાણુમાં ચાતુર્માસ રહ્યા. પાલીતાણામાં યાત્રાર્થે આવેલા તેજસિંહસાહે વિનતિ કરતાં આચાર્ય નવાનગરમાં પધાર્યા તથા સમસ્ત સંધના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. ગુસ્તા ઉપદેશથી તેજસિંહસાહ પાંચ લાખ મુદ્રિકાઓ ખરચીને સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી. ૧૪૩૫. ત્યાંથી વિચરતા ગુરુ દીવબંદરમાં પધાર્યા. ત્યાં ભણસાલી નાનચંદ્ર પ્રભૂતિ સંવે તેમને પ્રવેશ મહોત્સવ કર્યો. ધર્મ મૂર્તિ સરિના ઉપદેશથી શ્રેષ્ઠી નાનચંદ્ર ત્યાં શ્રી શીતલનાથપ્રભુની પુખરાજરત્નની પ્રતિમા ભરાવી. તેની પત્ની રત્નાદેએ ગુરુના ઉપદેશથી શ્રાવકના બારે વ્રતોને સ્વીકાર કર્યો. આચાર્યના આગમનથી દીવબંદરમાં સારી ધર્મ જાગૃતિ થઈ ભટ્ટગ્રંથને આધારે વિશેષમાં જાણી શકાય છે કે સવંશીય વડેરા ગોત્રીય સમરસી રાધનપુરથી આવીને દીવમાં વસ્યો. તે ઘણો ધનવાન તેમજ ધર્મક્રિયામાં અત્યંત ચુસ્ત હતા. તેણે શ્રાવકની અગિયાર પ્રતિમા વહીને ઘણું ધન ખરચ્યું; ધર્મમૂર્તિ સૂરિને દીવમાં પધરાવી સર્વ આગમ સાંભઢ્યાં. ૧૪૩૬. ત્યાંથી વિહાર કરી આચાર્ય પ્રભાસપાટણમાં પધાર્યા. ત્યાંના સંઘે ઉત્સવપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યો. ત્યાંથી વિહાર કરીને ગુરુ સં. ૧૬૪૭ માં પોરબંદરમાં પધાર્યા. ત્યાં નાગડાગોત્રીય ધર્મસિંહ નામનાં શ્રાવકવ સંઘ સહિત મહેસૂવપૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યો. સંધના આગ્રહથી તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા. શ્રેષ્ઠી ધર્મસિંહે ગુરુના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કરાવી મોટા ઉત્સવથી તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે શ્રેણીએ ઘણું ધન ખરચીને સ્વામિવાત્સલ્યાદિ ઘણું ધર્મકાર્યો કર્યા. ત્યાંથી વિહરતા આચાર્ય કચ્છના માંડવી બંદરમાં પધાર્યા. એ અરસામાં નવાનગર પર મુસલમાનોએ હલ્લો કરતાં તેજસિંહસાહ પણ માંડવી બંદરમાં જ સ્થળાંતર કરી આવ્યા હતા. તેમણે ગુરુને સજળનેત્રે મુસલમાનોએ કરેલા જિનાલયના ભંગને વૃત્તાંત કહી સંભળાવ્યા. ગુરુએ તેમને આશ્વાસન આપ્યું અને ખંડિત જિનાલયના પુનરૂદ્ધારની પ્રેરણું કરી. તેજસિંહસાહ સાંત્વન મેળવી પછી પૂર્વજોનાં વતન આરિખાણું ગામમાં કુટુંબ સહિત રહ્યા. મુસલમાનના હલ્લા બાદ તેજસિંહસાહે કરેલા જિનાલયના પુનરૂદ્ધાર તથા સં. ૧૬૪૮ માં નવાનગરમાં થયેલી અન્ય પ્રતિકાઓ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું. ૧૪૩૭. સં. ૧૬૪૮ માં નવાનગરમાં આચાર્યના ઉપદેશથી અતિહાસિક પ્રતિકાઓ થઈ. એ વર્ષે તેઓ સંઘના આગ્રહથી ચાતુર્માસ પણ ત્યાં જ રહેલા, તદનંતર આચાર્યું અન્યત્ર વિહાર કર્યો. એ અરસામાં એસવંશીય દેવાણંદસખા ત્રીય, ધ્રોલના રહીશ દેરાજ નામના અંચલગચ્છીય શ્રાવકે સં. ૧૬૫૧ માં ત્યાં સેલરવાવ બંધાવી; સવંશીય દેઢિયા ગોત્રીય ભોજા નામના અંચલગીય શ્રાવકે સં. ૧૬૪૭ માં વાહિયાથી માડીની વાટે ભોજાવાવ બંધાવી ઈત્યાદિ ઉલ્લેખો ભગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. માંડલ, ખંભાત, સુરત, વવાણુ, બાડમેર, જેસલમેર આદિ નગરોમાં ધર્મતિ સરિએ ઉગ્ર વિહાર કરી જૈનધર્મને સુંદર પ્રચાર કર્યો અને ગચ્છની તેમજ શાનની શોભા વધારી. સં. ૧૬૫૬ માં બાહડમેરમાં ત્યાંના રાજા ઉદયસિંહ રાઠોડના મંત્રી શ્રેષ્ઠી કંપાબે ધર્મસૂતિ મૂરિના ઉપદેશથી બંધાવેલાં જિનાલય અને જિનબિંબની પ્રતિષ્ઠાઓ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું. મંત્રી ફૂપાએ ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી પંદર હજાર રૂષિાને ખરચે સંધ રહિત શી ગોડી પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી જીવિત કૃતાર્થ કર્યું. ૧૪૩૮. બાડમેરથી વિહાર કરી આચાર્ય જેસલમેરમાં પધાર્યા. ત્યાં લાલગેત્રીય શ્રેણી ઋષભદાસે ઘણાં જ સન્માનપૂર્વક ગુરુને પ્રવેશ મહેત્સવ કર્યો. સંઘના આગ્રડથી ગુરુ સં. ૧૬૫૭ માં જેસલમેરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy