SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ અંચલગચ્છ દિગદર્શન ૧૪૧૪. ભીમશી માણેકની “ગુરુપદાવલી”માં ધર્મમૂર્તિસૂરિ એક જ પ્રસંગે આચાર્ય તેમજ ગ૭નાયક પદ પામ્યા હતા એવો નિર્દેશ નથી. પરંતુ એક જ વર્ષમાં–સં. ૧૬૦૨માં, તેઓ અનુક્રમે બને પદે અલંકૃત થયા હોય એવું તેમાં સૂચન છે. એક જ પ્રસંગે આચાર્ય અને ગચ્છનાયક પદની પ્રાપ્તિની વાતો અન્ય દૃષ્ટિએ પણ વિચારણીય બને છે. કેમકે પૂરગામી પટ્ટધરના સ્વર્ગગમન પ્રસંગે અન્ય આચાર્યોની તેમજ વડિલ ગુરુ-બંધુઓની વિદ્યમાનતા તે હતી જ. અન્ય આવા પ્રસંગોમાં પણ એમ જ છે. તો પછી નવોદિત શ્રમણને એ પદે એક જ પ્રસંગે કેમ અભિયુક્ત કરવામાં આવતા હશે? અંતેવાસી શિષ્ય ઉપરાંત પટ્ટધરની યોગ્યતાને પ્રશ્ન આ બાબતમાં નિર્ણાયક હોઈ શકે એમ લાગે છે. ગચ્છનાયક પદ માટે મુનિપર્યાય કે સૂરિપદપર્યાયને પ્રશ્ન ગીણ સ્થાને હોવો જોઈએ. એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. શ્રમણ-જીવન ૧૪૧૫. એ સમયમાં શ્રમણ જીવન કાંઈક શિથિલ થયું હતું એ વિશે પ્રાચીન ગ્રંથમાંથી અનેક જગ્યાએ નિર્દેશ પ્રાપ્ત છે. સંપ્રદાયની છિન્નભિન્નતાને એ યુગ હતો. કડવામત, લંકામત, બીજામત ઈત્યાદિ અનેક મતમતાંતરો એ અરસામાં ફૂટી નીકળ્યા હતા. એક બાજુ પ્રતિમા નિધિ, બીજી બાજુ સાધજન નિધિ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણા ચાલુ થઈ ગઈ હતી. પ્રાચીન ગચ્છમાં ક્રિયાશિથિલતા પ્રવિષ્ટ હતી, જ્યારે સામી બાજુ ક્રિયાની કડકતાને દેખાવ થયો. આવી પરિસ્થિતિમાં તપાગચ્છના આનન્દવિમલસૂરિએ સં. ૧૫૮૨માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિોદ્ધાર કર્યો, ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી ઉગ્ર વિહાર કર્યા અને સાધુઓ માટે ૩૫ બોલના નિયમોને લેખ પાટણથી સં. ૧૫૮૩ માં બહાર પાડે ઈત્યાદિ વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા. ખરતરગચ્છીય જિનમાણિકયસૂરિના હૃદયમાં પણ ક્રિોદ્ધાર કરવાની તીવ્ર ઉત્કંઠા હતી. બીકાનેર નિવાસી બચ્છાવત સંગ્રામસિંહ ગછની રક્ષાને માટે તેમને બોલાવ્યા. આચાર્યે ભાવથી ક્રિોદ્ધાર કરીને પ્રથમ રાઉર નગર જઈ દાદા જિનકશલમુરિની યાત્રા પછી ક્રિોદ્ધાર કરવાને સંક૯૫ કરેલ પરંતુ દુર્ભાગ્યે માર્ગમાં જ સં. ૧૬૧૨ ના આષાઢ સુદ ૫ ના તેઓ દેહત્યાગ કરી વેગે સંચર્યા. એમના અનુગામી આચાર્ય જિનચંદ્રસૂરિ પણ એવા જ વિચારના હતા. જે આત્મસિદ્ધિના ઉદ્દેશથી ચારિત્ર્યધર્મને વેશ સ્વીકાર્યો એ આદર્શનું યથાવત પાલન ન કરવું એ લેકવં ચના જ નહીં, કિન્તુ આત્મવંચના પણ છે. ગચ્છને ઉદ્ધાર કરવાને માટે ગ૭નાયકને ક્રિોદ્ધાર કરવો અનિવાર્ય છે–ત્યાદિ વિચારોની સાથે એમના હૃદયમાં ક્રિોદ્ધારની પ્રબળ ભાવના ઉત્પન્ન થઈ. તદનુકૂલ સં. ૧૬૧૪ ને ચૈત્ર વદિ ૭ ને દિવસે જિનચંદ્રસૂરિએ ક્રિોદ્ધાર કર્યો. ૧૪૧૬. અંચલગચ્છના કર્ણધાર ધર્મમૂર્તિસૂરિએ પણ ગચ્છમાં પ્રવેશેલા શિથિલાચારના સડાને દૂર કરવા ક્રિોદ્ધારને જ ભાગ લીધો. સ્વયં ગચ્છનાયકે ગચ્છનો ઉદ્ધાર કરવા આ માર્ગ અપનાવવો જોઈએ એ વિચાર એમને સ્વીકાર્યું હોય એમ લાગે છે. પરિણામે સં. ૧૬૧૪ માં તેમણે શત્રુંજય તીર્થમાં આવીને ક્રિોદ્ધાર કર્યો એમ પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે. ૧૪૧૭. ધર્મમૂર્તિસૂરિનાં સાન્નિધ્યમાં તેમના આશાવતિ બાવન સાધુઓ અને ચાલીસ સાધ્વીઓ મળીને ૯૨ ના પરિવારે ક્રિોદ્ધાર કર્યો હોવાનું સૂચન પં. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી ” ની પ્રશસ્તિ દ્વારા મળી રહે છે. જુઓ– પૂજ્ય ભટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મભૂતિસૂરી સાંનિધ્યે કિયા ઉદ્ધાર કર્યો તેના શિષ્ય પર, ચાલીસ સાધવી સાથે સર્વે ઠાણૂં ૯૨ ના ગુરૂ થયા તેહના આત્માર્થે જિનાજ્ઞા હુંડી કરી આપી તે લિખી છે. રાયસુંદરેણ વા, પ્રર્માનંદ શિ. મું. ક્ષમાવઠુંન શિ૦ મું - જ્ઞાનલાભ શિ૦ મું નિધનલાભ શિ૦ મું ભુવનલાભ શિ૦ દેવસુંદર શિહીરસુંદર શિ૦ મું. આણંદ સુંદરજી શિ૦ મું રાયસુંદરજી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy