________________
૩૪૨
અંચલગચ્છ દિગ્દર્શન संवत् १५९७ वर्षे फाल्गुण वदि ८ बुधवारे श्री चित्रकूटदूगर्गे राजाधिराज श्री वणवीर राज्ये । श्री अचलगच्छे । वा० रंगतिलकगणि लिखितं । श्री ओकेसवंशे । प्रामेचागोत्रे । मन्त्रीश्वर भाषर भार्या भावलदे पुत्र मं० सोना भार्या सोनलदे पुत्र मं. शीपा भार्या सीरियादे पुत्र सूराकेन लिखापिता भंडार सार्थे । शुभं भवतु । कल्याणमस्तु ॥
૧૩૮૨. સં. ૧૬૧૭ માં પાટણમાં થયેલા વિવાદમાં બધા ગોએ નક્કી કર્યું કે નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા. મતપત્રમાં “ધવલપના આંચલિયા ગચ્છ' ના પંચાસ રંગાએ સહી કરી, તેઓ રંગતિલક સંભવે છે. ઉક્ત મતપત્રમાં પં. ભાવરત્નની પણ સહી છે. આ બન્ને શ્રમણો એ વર્ષમાં પાટણમાં ચતુર્માસ હતા. પં. વિનરાજ
૧૩૮૩. વા. હેમકુશલગણિના શિષ્ય પં. વિનરાજને સં. ૧૨૯૭ માં ઓશવંશીય ઈસર અને વેગરાજે “રાજપ્રશ્નીય વૃત્તિ ની પ્રત વહોરાવી. જુઓ પુપિલા :
संवत् १५९७ वर्षे श्री ओकेशवंशे सा० नरपति भार्या महिरी पुत्र सा० वस्तुपाल तत्पुत्र सा० ईसर सा० वेगराजेन पुस्तिका लिखापिता। संवत् १५९७ बर्षे श्री अंचलगुच्छे वा० हेमकुशलगणि शिष्य पं० विनयराजाभ्यां प्रदत्ता । शुमं भूयात् । श्री पार्श्व. नाथ प्रसादात् । श्रीः । श्रीरस्तु। પં. શિવસી
૧૩૮૪. વા. ભાનુપ્રભગણિના શિષ્ય પં. પદ્મલાભગણિએ પિતાના શિષ્ય પં. શિવસી માટે પુણ્યાનન્દીગણિ કૃત “ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિગત કથા-સંગ્રહ”ની પ્રત સં. ૧૫૯૯ માં લખી. જુઓ પુણ્યવિજયજીને પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨. ગુણનિધાનસૂરિ શિષ્યો
૧૩૮૫. ગચ્છનાયકના અજ્ઞાત શિષ્ય ૯ પ્રાકૃત કંડિકામાં ગુરુસ્તુતિ રચી. જિનવિજયજી જણાવે છે કે ભાષાની દૃષ્ટિએ એ કૃતિ ૧૬ મી સદીની હોય એમ જણાય છે. સ્તુતિના અંતિમ ઉદ્ગારોથી ગુણનિધાનસૂરિની વિદ્યમાનતામાં આ સ્તુતિ રચી જણાય છે. પં. વિવેકપંડણે લખેલી એની પ્રત જોધપુરના ભંડારમાં વિદ્યમાન છે. જુઓ “જે. એ. ગૂ. કા. સંગ્રહ'
૧૩૮૬. અન્ય અજ્ઞાત શિષ્ય સં. ૧૫૯૬ના આસો સુદી ૧ ને ગુસ્વારે “અંચલગચ્છીય ગુર્નાવલી ” રચી, જુઓ કાતિસાગરજીને લેખ “કેટલાંક ઐતિહાસિક પઘો', જે. સ. પ્ર. અંક ૧૧. ભાષાની દૃષ્ટિએ પણ આ ગુર્નાવલીનું મહત્વ ઘણું છે. પં. હર્ષનિધાન અને પં. લક્ષ્મીનિધાન
૧૩૮૭. ગુણનિધાનસૂરિના શિષ્ય હર્યાનિધાને ૫૪૭ પ્રાકૃત ગાથામાં “રત્નસંચય પ્રકરણ” નામક ગ્રંથ રચ્યા, જેમાં અનેક કૃતિઓ ઉદ્દત કરવામાં આવી છે. જુઓ છે. વેલણકર સંપાદિત “જિનરત્ન કોશ'. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર દ્વારા ભાષાંતર સહિત મૂળ ગ્રંથ પ્રકટ થયેલ છે. આ ગ્રંથ પર “રત્નસમુચ્ચય બાલાવબોધ ગ્રંથ ૧૮ મા સૈકામાં રચાય. સં. ૧૭૮૩ માં લખાયેલી તેની પ્રત ઉપલબ્ધ છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૧૬૪.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com