________________
અચલગચ્છ દર્શન - ૧૩૬૮. સં. ૧૬૧૭ માં પાટણ અને ખંભાતમાં બધાયે ગચ્છોના આચાર્યોએ મળીને સિદ્ધ કર્યું કે નવાંગીત્તિના કર્તા અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા. ખંભાત મત–પત્ર પર અંચલગચ્છવતીથી પુણ્યચં સહી કરી. જુઓ સમયસુંદર કૃત “સમાચાર શતક'.
૧૩૬૯. ચંદ્રશાખાની બીજી પરંપરા આ પ્રમાણે છે : (1) પુણ્યચંદ્ર (૨) વિમલચંદ્ર (૩) કુશલચંદ્ર (૪) ભકિતચંદ્ર (૫) માનચંદ્ર (૬) કલ્યાણચંદ્ર (૭) સૌભાગ્યચંદ્ર (૮) ખુશાલચંદ્ર (૯) રાયચંદ્ર (૧૦) મૂલચંદ્ર (૧૧) સુમતિચંદ્ર (૧૨) તારાચંદ્ર (૧૩) ગુલાબચંદ (૧૪) ગુણચંદ્ર.
૧૩૭૦. “અડદર રાસ માં આ શાખાની પરંપરા આ પ્રમાણે છેઃ (૧) પુણ્યચંદ્ર (૨) કનકચંદ્ર (૩) વીરચંદ્ર (૪) સ્થાનસાગર. કવિ વર્ણવે છે –
વિમલવંશ વાચક તણો, કીરતિ જસ સુ પ્રકાશ; પુણ્યચંદ્ર વાચકવરુ, ધર્માત મનિ વાસ. તાસ સીસ સુંદર સોભાગી, પાલઈ સાધનો પંથ; કનચંદ્ર વાચક ગુણી ભરિયા, મહા મુનિ એહ નિગ્રંથ. તાસ સીસ વિદ્યાના આગર, વાચક શ્રી વીરચંદ
તપ જપ સંજિમ કિરિયા પાલઈ, સુંદર એહ મુણિંદ. ૧૩૭૧. ચંદ્રશાખાની સ્થાપના ગુણનિધાનસૂરિના પટ્ટનાયક કાલમાં સં. ૧૫૮૫ લગભગમાં થઈ છે. વા. પુણ્યચંદ્ર મંત્રવાદી હતા. એમણે અનેક ચમત્કાર દેખાડયા હતા, અમાસને દિવસે પૂનમનો ચંદ્ર બધાને દેખાયો હતો, જે પરથી એમની શાખા ચંદ્રશાખાથી પ્રસિદ્ધ થઈ. આ શાખાની અનેક પિશાળા કચ્છમાં વિદ્યમાન છે, જેની પરંપરા વિશે પ્રસંગેપાત ઉલ્લેખ કરીશું. આચાઈ ગજસાગરસૂરિ
૧૩૭૨. ભાવસાગરસૂરિ શિ. સુમતિસાગરસૂરિ સંભવતઃ સાગરશાખાના આચાર્ય હતા. તેઓ પાટણ માં શ્રીમાલી ચાંપસીની ભાર્યા કમલાદેની કૂખે સં. ૧૫૮૫ ના આસો વદિ ૧૪ ને સોમે જમ્યા, સં. ૧૬૦૩ માં દીક્ષિત થયા, સં. ૧૯૨૪માં આચાર્ય-પદ પામ્યા, સં. ૧૬૫૯માં જ વર્ષની વયે દેવગતિ પામ્યા. “અંચલગચ્છ આચાર્ય પરંપરા વિવરણ” માં પદધરોના ક્રમ સાથે ઉકત પરંપરાને જોડવામાં આવી હોઈને તેનું મહત્વ સહેજે સમજી શકાય. તેમના શિષ્ય પુણ્યરત્નસૂરિએ એમના ગ્રંથોમાં ગજસાગરસૂરિને પટ્ટધર કહ્યા છે. “તેજસાર રાસ” ની પુષ્પિકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે– વિધિપક્ષ ગચ્છશ ભદારક મુકુટમણિ ગજસાગરસૂરીન્દ્ર” આ પરથી એમના અસાધારણ પ્રભાવને પરિચય મળી રહે છે.
૧૩૭૩. “શાહ રાજસી રાસ” માં ઉલ્લેખ છે કે વીરવંશીય શાલવીના પાંચસો ઘર અણહિલપુર, જલાલપુર, અહમદપુર, પંચાસર, કનડી, વીજાપુર વિગેરેમાં હતાં, તેમને ગજસાગર, ઋષિ ભરત અને કલ્યાણસાગરસૂરિએ ઉપદેશ આપીને પ્રતિબંધિત ક્ય. જુઓઃ જૈ. સ. પ્ર. વર્ષ ૯, અંક ૮.
૧૩૭૪. ગર્ભસાગરસૂરિના શિષ્ય વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. એમને ગચ્છનાયક તરીકે થયેલે અનેકવિધ ઉલ્લેખ વિચારણા માગી લે છે. એટલું તો ચોક્કસ છે કે વ્યવસ્થામાં એમનો હિસ્સો ધણે જ મોટો હશે. “નંદિણ રાસ' (સં. ૧૭૪૫) ની નિત કંડિકા પરથી પણ એ વાતની પ્રતીતિ થાય છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com