________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૨૧ શિ. ગજસાગરસૂરિ શિ. પુષ્યરત્નસૂરિની સત્તરમી સદીમાં રચાયેલી કૃતિઓ મળે છે, તેના કર્તા અને આ પુણ્યરત્નમુનિ ભિન્ન છે. સં. ૧૫૮૬ માં પુણ્યરત્નમુનિએ ઉક્ત રાસની રચના કરી, જુઓ–જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૬૧૮, ૭૩૬. નામમાં રહેલાં સામ્યથી જ દેશાઈએ “મિરાસ-યાદવરાસ'ના કર્તાને સુમતિસાગરસૂરિ શિ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરત્નસૂરિ માની લીધા છે, જે બ્રાન્ત છે. ભાવસાગરસૂરિ શિષ્ય
૧૨૯૯. ભાવસાગરસૂરિના કોઈ અજ્ઞાત શિવે સં. ૧૫૫ માં પાટણમાં જૈનદર્શનનાં નવત પર ચેપઈ રચી જુઓ–જે. સા. સં. ઈ. પેરા છ૭૯, આ અજ્ઞાત કતૃક કૃતિના કર્તા ચંદ્રલાભ હોઈ શકે જેમણે જૈનધર્મનાં ચાર પ પર સં. ૧૫૭૨ માં “ચતુઃપવરાસ” ર. ભાવસાગરસૂરિના અજ્ઞાત શિષ્ય “ છા પરિણામ પઈ સં. ૧૫૯૦ માં લખી. “ નવતત્વ ચેપઈ ” ની ગ્રંથ પ્રશસ્તિમાં કવિ વર્ણવે છે :
સંવત પનર પંચકુત્તરિ વરસિ, શ્રી પત્તનિ હઈઆનઈ હરસિ, શ્રી સંઘનઈ આગ્રહિ ચઉપઈ, કીધી ભાવિઈ ભગતઈ થઈ. ૫૮ ઈય સેહગસુંદર સૂરિ પુરંદર ભાવસાગર ગુરુ. ગછધર, પય–પઉમ પસાઈ કવિત કરાઈ પાપ પલાઈ દૂરિતર. જે ભવિયણ ભાવઈ સરલ સભાઈ ભણઈ ગુણઈ નવતત્ત્વવર, તે સહસઈ સિદ્ધી વંછિત સિદ્ધિ નિરમલ બુદ્ધિ વિબુધ નર. ૫૯
'(જે. ગૂ. ક. ભા. ૩ પૃ. ૫૭૨) ૧૩૦૦. ભાવસાગરસૂરિના અજ્ઞાત શિષ્ય “ભાવસાગરસૂરિ સ્તુતિ' એમની વિદ્યમાનતામાં રચી છે. આ દષ્ટિએ ભાવસાગરસૂરિનાં જીવનવૃતનાં નિપણ માટે એ સ્તુતિ અત્યંત પ્રમાણભૂત મનાય છે. ગચ્છનાયક થયા પછી થોડા જ સમયમાં આ સ્તુતિ રચાઈ હશે–એટલે કે સં. ૧૫૬૫-૭૦ ની આસપાસ રચાઈ હોય એમ અનુમાન થાય છે. ૮ શ્લેક પરિમાણની આ પ્રાકૃત પદ્યકૃતિ ખંભાતના ભંડારમાં સુરક્ષિત છે. હેમહંસસૂરિ શિષ્ય
૧૩૦૧. ભાવસાગરસૂરિના સમયમાં પુણ્યચંદ્રસૂરિ શિ. હેમહંસ મૂરિના અજ્ઞાત શિષ્ય મહેશ્વરસૂરિ ત પ્રાકૃતગ્રંથ “સંયમ મંજરી ” પર સંસ્કૃતમાં ૬૩૦૦ શ્લોક પરિમાણની ટીકા રચી. ટીકા-પ્રશસ્તિમાં કવિ પિતાના ગુરુ વિશે જણાવે છે કે–પુણ્યચંદ્રસૂરિના પાટરૂપી વ્રતમાં પ્રતીતિ કરનારા, હજારોમાંના એક હેમહંસસૂરિવર હજારે માર્ગમાં સુપ્રસન્ન હો. તે સુગુરુના ચરણકમળને પ્રસાદથી હું અકિંચન શિષ્ય સંયમમંજરીની ટીકા કહું છું -
સિરિ પુન્નચંદસુરીસર પટ્ટોવય પયંમિ સહસયા, સિરિ હેમહંસ રિવર સુપસન્ના હુંતુ સહસ પંથં. તેસિ સુગુરુચરણુંભો અપસામેણુ સીલેસેવિ,
સંયમમંજરિ સંભરિ વિત્તિ ભણામિ અહ. ૧૩૦૨. પ્રશસ્તિ દારા એ પણ જાણી શકાય છે કે સં. ૧૫૬૧ ના માગશર માસના શુકલપક્ષમાં પિપલગચ્છના તાલવજી ભટ્ટારક શાંતિમુરિ દ્વારા આ કૃતિ ગંધારમંદિરે લખાઈ છે–
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com