________________
૩૫
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ માંડલનગરમાં ગચ્છશપદ પ્રાપ્ત થયું એ અંગે ઉલ્લેખ છે. આ પરથી નિર્ણય થાય છે કે સં. ૧૫૬૦ ને માઘ અને વૈશાખ માસના વચ્ચેના કોઈ સમયમાં સિદ્ધાંતસાગરસૂરિ પાટણમાં સ્વર્ગસ્થ થયા હતા; ચિત્ર માસ વધુ સંભવિત જણાય છે.
૧૨૭૨. અંચલગચ્છના મહાન ઉપદેષ્ટા ગચ્છનાયક સિદ્ધાંતસાગરમૂરિ યવનેશમાન્ય હતા, શાસનદેવી ચક્રેશ્વરી પણ એમનું સાન્નિધ્ય કરતી ઈત્યાદિ પ્રસંગે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ, જે એમના અસાધારણ પ્રભાવને આપણને પરિચય કરાવે છે. માત્ર અઢાર વર્ષના ગહનાયકત્વ કાલમાં એમણે અનેક કાર્યો કરી શાસનની તેમજ ગચ્છની શોભા વધારી. જો ટૂંકી માંદગીમાં જ એમનું મૃત્યુ ન થયું હોત તે એમણે બીજા પણ અનેક પ્રશસ્ય કાર્યો કરી બતાવ્યા હતા. અંચલગચ્છના આ આશાસ્પદ t, wાયકનું જીવિત ટૂંકુ હોઈને ગધુરા એમને હસ્તક વધુ વખત રહી શકી નહીં એ કમનશીબી હતી. અલબત્ત, અંચલગચ્છને સમયોચિત સમર્થ નેતૃત્વ પૂરું પાડી તેઓ વિદાય થયા હતા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com