________________
શ્રી મેજીંગસૂરિ કૃતિઓનું સાંગોપાંગ પરિશિલન કરવાથી જ મળી શકે એમ છે. અલબત્ત, ગચ્છનાયક તરીકે જેટલી વ્યાપક કીતિ તેમણે પ્રાપ્ત કરી છે, તેટલી વ્યાપક કીર્તિ એમના ગ્રંથો એમને ન અપાવે એ સ્વાભાવિક જ છે, છતાં એમની કૃતિઓનું મૂલ્ય ઓછું આંકવા જેવું તો નથી જ. એમના શાખાચાર્ય જયશેખરસૂરિની સાહિત્યકાર તરીકેની પ્રતિભા આગળ જો કે એ રાતાદીના બધા જ સર્જકે ઝાંખા લાગે છે, તે પણ મે તુંગસૂરિ પોતાની આગવી પ્રતિભાથી આપણું ધ્યાન કેન્દ્રિત તો કરે જ છે. આ દષ્ટિએ જૈન વાડ્મયમાં મેજીંગસૂરિ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
- જૈન સમાચારી વિષયક મેસડુંગસૂરિનું જ્ઞાન તલપશી હતું એની પ્રતીતિ એમણે રચેલ લઘુશતપદી અને શતપદી સારોદ્ધાર ગ્રંથ દ્વારા થઈ શકે છે. ધર્મપરિ અને મહેન્દ્રસિંહસૂરિના એ વિષયક લખેલા પ્રમાણભૂત ગ્રંથોના વિચારેની મેસતુંગસૂરિએ પ્રસ્તુત ગ્રંથોમાં પ્રતિ કરી છે. મેરૂતુંગરિના વિચારો માટે જુઓ પ્રો. રવજી દેવરાજ કૃત “શતપદી ભાષાંતર '. ઉકત ગ્રંથે દારા આચાર્ય જૈન આચાર વિચારના પ્રકૃષ્ટ પંડિત તરીકે સિદ્ધ થાય છે.
૯૯. માત્ર કવિ, સાહિત્યકાર કે પંડિત તરીકે જ નહીં, વૈયાકરણી તરીકે પણ મે તુંગસૂરિનું નામ નોંધનીય છે. એમના નામ ઉપરથી મેજીંગ વ્યાકરણના નામને ગ્રંથ પણ પ્રાપ્ત થાય છે, જુઓ જિનરત્ન કોશ.' ડો. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં પણ આ વ્યાકરણને ઉલ્લેખ છે :–૧૮ શ્રી મેલડુંનાફૂશ્વરઃ મહેસુલાવ્યા જેનાં વ્યસ્ત માન. એ પરથી એમની વ્યાકરણકાર તરીકેની કારકિર્દીને સહેજે ખ્યાલ આવે છે. એમણે રચેલા ગ્રંથમાં વ્યાકરણ ગ્રંથ સારા પ્રમાણમાં છે. આપણે જોયું કે કાત–વ્યાકરણ ઉપર મેરૂતુંગરિએ સં. ૧૮૪૪ માં બાલાવબેલ વૃત્તિ સંસ્કૃતમાં રચી છે.
૯૯૧. કાત– વ્યાકરણ વિશે પણ થોડો પરિચય અહીં ઉલ્લેખનીય છે. કાત– વ્યાકરણ કેવળ લૌકિક સંસ્કૃતનું ઘણું પ્રાચીન વ્યાકરણ છે. એને કલાપક અને કૌમાર પણ કહે છે. એની રચના અષ્ટાધ્યાયીને આધારે નહિ પણ અન્ય કોઈ પ્રાચીન વ્યાકરણને આધારે થયેલી હોય એમ જણાય છે. એના બે ભાગ પડે છે: (૧) આખ્યાતાન્ત (૨) કદન. પ્રથમ ભાગના કર્તા તરીકે શિવશર્મા–સર્વાવમન કે શર્વવર્માના અને બીજા ભાગના કર્તા તરીકે કાત્યાયનનો ઉલ્લેખ કરાય છે. કેટલાક વિદ્વાને કાત–ને મહાભાવ કરતાં પ્રાચીન ગણે છે. ડો. શામ શાસ્ત્રીના મતાનુસાર કાત– ઈ. સ.ની ત્રીજી સદીમાં રચાયું હોવું જોઈએ.
પુરાતત્ત્વ” (૨,૪૧૮)માં જિનવિજ્યજી નોંધે છે કે “ ગુજરાતમાં વ્યાકરણ ગ્રંથમાં પહેલું સ્થાન કાલાપકને અને બીજું સ્થાન કાત–ને મળેલું હતું. ગુજરાતમાં રચાયેલા ગ્રંથમાં પ્રમાણરૂપે જયાં વ્યાકરણનાં સૂત્રો મળી આવે છે ત્યાં મોટે ભાગે આ બે વ્યાકરણનાં હોય છે.' કાત–નો ઘડોક ભાગ મધ્ય એશિયામાંથી મળી આવ્યો હતો. એનો ધાતુપાઠ તિબેટી ભાષામાં આજે પણ મળે છે. કવિ ધનપાલે શોભન
સ્તુતિની ટીકામાં પણ આ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એક સમયે કાત–ને ખૂબ પ્રચાર હશે એમ ફલિત થાય છે. એમાં લગભગ ૧૪૦૦ સૂત્ર છે અને વિશેષતઃ પ્રચલિત પ્રયોગોને જ સ્પશે છે એથી એ લોકપ્રિય બન્યું હશે એમ લાગે છે. આ વ્યાકરણ પર પ્રસ્તુત વૃત્તિ ઉપરાંત અનેક વૃત્તિઓ રચાઈ છે. મેરતુંગમૂરિના સમય સુધી–એટલે કે વિક્રમના ૧પના સૈકા સુધી આ વ્યાકરણ લેકમેગ્ય રહ્યું હશે એમ અનુમાન થાય છે. મંત્રવાદી મેતુંગસૂરિ.
૯૯૨. એક સફળ મંત્રવાદી તરીકે પણ મેકગરિ જૈન ઈતિહાસમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com