________________
૨૨૫
શ્રી મેતુસૂરિ
૯૮૦. આપણે જોયું કે મહાકવિ કાલિદાસ અને માધ આદિનાં પંચ કાવ્યની જેમ બેસુંગરિએ પણ પાંચ કાવ્ય રચ્યાં. એટલું જ નહીં જૈન મેધદૂત કાવ્ય તો કાલિદાસના મેઘદૂત કાવ્યને તદ્દન અનુસરતું જ કાવ્ય છે. એમના શાખાચાર્ય જયશેખરસૂરિએ પણ એ પ્રમાણે જ કુમારસંભવ મહાકાવ્ય પરથી રન કમારસંભવની રચના કરી. ઇટાલાલ મગનલાલ ઝુલાસણવાસીએ “ જૈન છે વનામાં કહ્યું છે કે-જે કાર્યથી માણસની કીતિ ગવાય છે, તે કાર્યનું અનુકરણ કરવા અન્ય માણસો આકર્ષાય છે. પરંતુ અનુકરણ તે અનુકરણ જ રહે છે. પૂરી પ્રતિભા વિના મૂળ સ્થાન પ્રાપ્ત થતું નથી. સાહિત્ય જગતમાં સિદ્ધસેન દીવાકરના “કલ્યાણ મંદિર થી અને માનતુંગરિના “ભક્તામર સ્તોત્ર થી અનેક વિદ્વાનો દિમૂઢ બની તેમનું અનુકરણ કરી કઈક કવિઓએ તે સ્તોત્રને અનુસરતા અનેક સ્તોત્રો રહ્યાં છે તે પણ મુળ સ્તોત્રની પ્રસન્નતા, ગંભીરતા, કર્ણપ્રિયતા કે સરળતા ન જ ઝીલી શકયા. “સિંદૂર પ્રકરણ”ના અનુકરણમાં પણ એમ જ થયું. જેનેતર કવિઓમાં જયદેવના “ ગીત ગોવિંદ”ની મેડિનીધી મૂઢ બની ઘણા કવિઓએ વિવિધ ગીતે બનાવ્યાં, કવિ અમન શતક પાછળ તણુઈ અનેક કવિઓએ અનેક શતક બનાવ્યાં, પરંતુ મૃળ કર્તાઓના સ્થાનની ગ્યતા તેઓ બતાવી શક્યા નહીં. આ જ પ્રમાણે મહાકવિ કાલિદાસના મેઘદૂતના રસના, સૌંદર્યના અનેક ભોગીઓ અનુકરણ કરી અનેક દૂત કાવ્યોને પોતાની પાછળ મૂકતા ગયા છે. કાલિદાસના “મેઘદૂત' જેવા સંદેશ કાવ્યો ત્રીસેક જેટલાં તો માત્ર સંસ્કૃતમાં જ મળી આવે છે ! ! મેઘદૂતના અનુકરણમાં સૌથી પ્રથમ અનુકરણ કરનાર જૈને છે. મેરૂતુંગરિકૃત અનુકરણ એમાંનું એક છે.
૯૮૧. મેતુંગરિ કવિ તરીકે ભલે કાલિદાસ જેવી સર્વોત્કૃષ્ટ પ્રતિભા ધરાવતા ન હોય, તે પણ એમની આ કૃતિ ઘણું જ ઉચ્ચ કવિત્વ દર્શાવે છે. કાલિદાસે શંગારરસથી સભર કાવ્ય રચ્યું તેમ મેરૂતુંગ રિએ પણ શૃંગાર રસને પોતાની કૃતિમાં પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ કવિ પિતે ત્યાગી અવસ્થામાં હોવાથી તેનું પર્યાવસાન શાંત રસમાં તેમણે કર્યું છે. આ બન્ને રસની જમાવટ થઈ શકે તે માટે તેમણે નાયક તરીકે યદુકુલ શિરોમણી શ્રી નેમિનાથને પસંદ કર્યો છે. શૃંગારના રસપાનથી મૂર્શિત થયેલ સમાજ, પોતાની પ્રેમ ભાવના ધીરે ધીરે વિશ્વ પ્રેમમાં પરિણત કરે, તેટલા માટે પોતાની અવસ્થાને ઉચિત, ત્યાગ માર્ગને પ્રેરક પ્રસંગે તેમણે પ્રસ્તુત કાવ્યમાં વક્યો છે. આવી કક્ષાના બે દૃષ્ટાંત જૈનસમાજમાં પોતાનું સ્થાન દીપાવી રહ્યા છે-એક ભગવાન નેમિનાથ અને બીજા કામ વિજેતા સ્થૂલભદ્ર. આ બે વ્યક્તિઓને અનુલક્ષી જૈન કવિઓએ અનેક કાવ્ય, કથાનકે, ચરિત્ર અને રાસાઓ ગૂંથેલા છે.
૯૮૨. નેમિકુમાર વિષય રસથી ઉદાસિન હોવા છતાં, કુટુંબીજનોના સંતોષાર્થે લગ્ન માટે તૈયાર થાય છે. તેવામાં પોતાના લગ્ન પ્રસંગ નિમિત્તે અસંખ્ય મૂંગા પશુઓનું બલિદાન થનાર છે એમ સાંભળતાં જ તેઓ રાજવૈભવ કે સુખ સમૃદ્ધિ અને આતજનોનો ત્યાગ કરી વૈરાગ્ય ભાવે ગિરનાર પર ચાલ્યા ગયા.
૯૮૩. “પોતાના પતિ પિતાને સદાને માટે ત્યાગ કરી ચાલ્યા ગયા' એવો વજપાત સમાન સંદેશ સાંભળી રામતી મૂછ પર છે. તે દરમિયાન નવીન મેઘનું આકાશમાં આવાગમન થાય છે. ચંદન અને બીજા શીતોપચારથી રામતીની મૂર્છા દર થાય છે અને તે ચેતનામાં આવે છે. તે નવીન મેઘનું દર્શન થતાં તે સસા બોલી ઉઠે છે
एकं तावद्विरहिहदयद्रोहकन्मेधकालो
द्वैतीयीकं प्रकृति गहनो यौवनारम्भ एषः ।
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com