________________
શ્રી અજિતસિ’હસૂરિ
૧૪૩
૬૩૦. ઉપયુક્ત બધાં પ્રમાણેાથી આ વાત નિર્વિવાદપણે સિદ્ધ થાય છે જાવાલિપુર એ જ આજનું જાલેર અને તે જેની તલાટીમાં વસેલું છે એ સુવણગિરિ એ જ આજનુ સાવનગઢ. આટલું નક્કી કર્યો પછી એ જાણવુ પણ જરૂરી છે કે સુવગિરિની જૈનતીર્થ તરીકે કયારથી પ્રસિદ્ધિ થઈ. સુવર્ણગિરિ ઉપર પ્રાચીનકાલમાં જે દેહરું હતુ તેનુ નામ ‘યાવસહિ' હતું, અને તે વિક્રમાદિત્યની ચેથી પેઢીએ થયેલ નાડુ રાજાના વખતમાં બન્યું હતું. નાડના રાજ્યસમય વિચાર શ્રેણિ’માં મેસ્તુ ગરિના કથનાનુસાર વિક્રમ સ ંવત ૧૨૬ થી ૧૩૫ સુધીનો છે. આ રીતે આ ચૈત્યનેા સ્થાપનાકાલ પણ એ વચ્ચેનુ કાઈ પણ વધુ હશે. આ ઉપરથી એમ પણ અનુમાન થાય છે કે વિક્રમ સ ંવત પૂર્વે પણ આ તીની પ્રસિદ્ધિ હાવી જોઈ એ.
૬૩૧. સુવર્ણગિરિનાં જિનાલયાની વિગતા કલ્યાણવિજયએ ‘ જૈનતીર્થ સુવણૅગિરિ ' એ નામના પોતાના મનનીય લેખમાં વિસ્તારથી પ્રમાણેા સહિત આપી છે. આ પ્રાચીન તીર્થના ઈતિહાસની સાથે જાવાલિપુરને ઈતિહાસ પણ આ લેખમાં વણી લેવામાં આવ્યા છે, જે ખૂબ જ માહિતીપૂર્ણ છે જાવાલિપુર માટે તે જણાવે છે કે-પાલીતાણા, જૂનાગઢ કે આજ્જૂ શહેર જોયા વિના અનુક્રમે શત્રુંજય, ગિરનાર કે આબૂ તીથની યાત્રા થઈ શકે, પરંતુ જાવાલિપુરમાં પગ મૂકયા વિના સાવનગઢની યાત્રા થવી અસ ંભવિત છે. એવી જ રીતે બન્નેને ઈતિહાસ પણ એકબીજાની સાથે ધનિષ્ટ સંબંધ ધરાવે છે, માનેા કે તાણાંવાણાંની જેમ જ ગૂંથાઈ ગયા છે.
૬૩૨. જાવાલિપુર કયારે અને કાણે વસાવ્યું એ હકીકત હજી અંધારામાં જ છે. વિક્રમની પ્રથમ સહસ્રાબ્દી પછી અહીના રાજવ ંશેાના ઝાંખા ઈતિહાસ મળી આવે છે. બારમી સદીના પરમારાના તામ્રપત્રા પરથી તેમજ તેરમી સદીના ચૌહાણેાના શાસન સમયના ઉત્ક્રાતિ લેખા પરથી જણાઈ આવે છે કે જાવાલિપુર અને તેની આસપાસના પ્રદેશ ‘પિલ્લાહિકા મંડલ'ના નામથી એાળખાતા હતા. સં. ૧૧૬પના વૈશાખ સુદી ૧૫ ગુરુવારને દિવસે લખાયેલા ‘કાસથા' ગામના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે જાલેરમાં પરમારાનું રાજ્ય ‘વાતિરાજ’ પરમારથી શરૂ થયું હતું, (૧) વાતિરાજ, (૨) ચન્દનરાજ, (૩) દેવરાજ, (૪) અપરાજિત, (૫) વિજલ અને (૬) તિહદેવ આ ક્રમથી તેમાં જાલેરના પરમારાની વંશાવલી આપેલી છે. સં. ૧૧૭૪ના ત્યાંના શિલાલેખમાં પણ એ જ વશાવલી છે, પણ તેમાં વિજ્જલ પછી ધારાવ' નામ આપેલુ છે, અને ધારાવનો પુત્ર તથા ઉત્તરાધિકારી વીસલ જણાયો છે. પરમાર વંશ પછી ચૌડાણ વંશનું લેર પર આધિપત્ય રહ્યું, જે વિષે આપણે સમરસિંહના સબંધમાં ઉલ્લેખ કરી ગયા. એ પછીના રાજકીય ઈતિહાસ કલ્યાણવિજયજીએ ઉક્ત લેખમાં વિસ્તારથી આપ્યા છે. મુસલમાનેાના મલાએ એક વખતના સુપ્રસિદ્ધ તીર્થં સુવર્ણગિરિ અને એક વખતે અપૂ જાહેાજલાલીને શિખરે પહેાંચેલા જાવાલિપુર–જાલારને પારાવાર નુકશાન પહેાંચાડયું. આજે એના તેજવતા ભૂતકાળની કાઈ સમૃદ્ધિ દેખાતી નથી.
૬૩૩. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રાચીન અવશેષ। . પણ મસ્જિદના આકારમાં ફેરવી દેવામાં આવ્યા છે! અહીં શહેરના મધ્ય ભાગમાં ‘ જૂનાં તોપખાના ’નાં નામે આળખાતી એક મસ્જિદ છે. એમાં પ્રવેશતાં બાવન જિનાલયવાળા વિશાળ મંદિરને ખ્યાલ આવે છે, તેમાંની સફેદ પથ્થરની દેરી, કારણીવાળા પથ્થરો અને શિલાલેખવાળા સ્તંભા, મહેરાખા, દેરી અને ભીંતામાંથી મળી આવેલા શિલાલેખાથી સ્પષ્ટ થાય છે કે આ મસ્જિદ જૈન દેશના પથ્થરોથી બંધાવેલી છે. ડૉ. ભાંડારકરનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com