________________
શ્રી ધર્મષસૂરિ
૩૮૩. જૈન ઇતિહાસમાં ધર્મપરિ નામના અનેક આચાર્યો નોંધાયા છે. ભગવાન મહાવીરસ્વામીએ ચંપાનગરીના મંત્રીને દીક્ષા આપી તેમનું નામ ધર્મઘોષ રાખેલું. ભગવાન સુપાર્શ્વનાથ સંતાનીય ધર્મચિ અને ધર્મઘોષ નામના મુનિઓ મથુરાના ઉદ્યાનમાં ચાતુર્માસ રહેલા. જંબુસ્વામીના સમયમાં કૌશામ્બી અને ઉજજૈનની વચ્ચે વત્સકાનદીને કાંઠે પહાડની ગુફામાં અનશન કરીને ધર્મઘોષ મુનિ વગે સંચરેલા. એ સ્થાને અવન્તીષેણે મેટે રતૂપ બનાવેલ, જે સાચી સ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. સં. ૪૫૦૪૯૫ માં ધમધમુરિ નામના યુગપ્રધાન આચાર્ય થયા, જેમને સુપ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન દિવાકરજી પણ પૂજ્ય માનતા હતા. મંત્રીશ્વર વિમલે આબુ ઉપર વિમલવસહીમાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ધર્મઘોષસૂરિ વગેરે ચારે ગચ્છના આચાર્યો ઉપસ્થિત હતા, જેમને નાગોરને રાજા બદલણ, શાકંભરીના રાજાઓ અજયરાજ, અર્ણોરાજ કે જેણે પિતાની કન્યા જહૃણાદેવી કે ચંદ્રલેખા ગૂર્જરેશ્વર કુમારપાલને પરણાવી હતી, અને વિગ્રહરાજ વગેરે ગુરુ તરીકે માનતા હતા. તેમણે અર્ણરાજની સભામાં દિગમ્બરવાદી ગુણચંદ્રને હરાવ્યા હતા તેમજ બીજા વાદમાં પણ વિજય મેળવ્યો હતો. ધર્મઘોષસૂરિએ ઘણા શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું અને તેમના નામથી રાજગચ્છમાં ધર્મઘોષ શાખા નીકળી જે પાછળથી ધમધપગચ્છતરીકે પ્રસિદ્ધ થયેલ છે. કેટીકગણની વિશાખાના ચંદ્રગચ્છના ચંદ્રપ્રભસૂરિના શિલ્ય તથા સમુસૂરિના ગુરુ ધર્મઘોષસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે વીશ શિને મૂરિપદ આપ્યું હતું. તેમણે શબ્દસિદ્ધ વ્યાકરણ રહ્યું છે. આ આચાર્યની ગુજરાતના રાજા સિદ્ધરાજે ઘણી જ પ્રશંસા કરી હતી. તેમના ગુરુ ચંદ્રપ્રભસૂરિએ સં. ૧૧૪૯ માં પુનમિયા ગચ્છની સ્થાપના કરી. તપાગચ્છમાં થયેલા તથા કર્મગ્રંથના કર્તા દેવેન્દ્રમૂરિના શિષ્ય તથા સોમપ્રભસૂરિના ગુરુ પણ ધર્મઘોષસૂરિ હતા, જેમણે સંઘાચાર તથા કાલસિત્તેરી નામના ગ્રંથે રહ્યા છે. નાગેનગચ્છમાં પણ ધર્મઘોષસૂરિ થઈ ગયા, જેઓ હેમપ્રભસૂરિના શિષ્ય અને સમપ્રભસૂરિના ગુરુ હતા. ઋષિમંડલ સ્તોત્રના કર્તા પણ ધર્મદેવસૂરિ નામના આચાર્ય હતા. એ તેત્ર પર શુભવર્ધન ગણિએ અઢાર હજાર લેક પરિમાણની ટીકા કરી છે. “દુલ્સમકાલસમણસંઘથયું 'ની અવચૂરિના કર્તા પણ ધમધમુરિ નામના આચાર્ય હતા. ધર્મસૂરિએ ગિરનારતીર્થને દિગંબરોની કનડગતમાંથી યુક્તિપૂર્વક બચાવી લીધેલું. વિદ્યાધરગચ્છની જાલીહર શાખાના ધર્મપરિ સં. ૧૦૮૮ માં થઈ ગયા. આ ઉપરાંત પિપ્પલગચ્છ, તથા વડગચ્છમાં પણ આ નામના આચાર્યો થઈ ગયા છે, જેમણે પિતાની સાહિત્ય કૃતિઓ દ્વારા જૈન ઈતિહાસમાં પિતાનું નામ યાદગાર બનાવ્યું છે. આ રીતે એક નામના અનેક આચાર્યો થઈ ગયા હોઈને ઘણીવાર ગુંચવાડાઓ પણ ઉભા થયા છે, કેમકે આ નામના ઘણા આચાર્યો સમકાલીન પણ થઈ ગયા છે. એક ગચ્છમાં પણ આ નામના ઘણા આચાર્યો થઈ ગયા છે, ઉદાહરણાર્થે જયસિંહરિના શિષ્ય ઉપરાંત શાલિભદ્રના શિષ્ય ધર્મઘોષ પણ અંચલગચ્છમાં થઈ ગયા, જેમણે “અતિમુક્ત ચરિત્ર” સંસ્કૃતમાં રચ્યું હતું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com