________________
શ્રી જયસિંહસૂરિ
૮૩ ૩૬૫. પરમાર વંશમાં પણ છાજડ ગેત્ર છે. તે વિષે એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે સારના રાજા જગમાલને છાહજી નામે એક પુત્ર થયો. તેણે આબૂ મંડલમાં છાબડ નામે ગામ વસાવ્યું. છાહજીના વંશજોનું છાજડ ગોત્ર થયું. છાહજીના વંશમાં નેતસી થયો, જેણે જૈન ધર્મ સ્વીકારતાં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યો. ઠાકર નેતસી છાજડે વીરતાનાં અને લોકોપયોગી અનેક કાર્યો કર્યા હતાં, જેથી તેણે ભાટોને ચાપડામાં અમર પ્રસિદ્ધ મેળવી છે. આ ગોત્રમાં કેટલાક પ્રભાવક જૈનાચાર્યો પણ થયા છે. મારવાડમાં છાજડ ગોત્રના એરાવાળા ઘણા છે. રાઠોડ ગોત્ર
૩૬ ૬. સ. ૧૨ પાડ માં નવરગઢમાં રાડ વંશનો રણજીત નામને રાજા રાજ્ય કરતા હતા. જયસિંહરિના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ સ્વીકારેલે. કહેવાય છે કે તે નિસંતાન હતો, પરંતુ પાછળથી જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારતાં તેને પુત્ર પ્રાપ્તિ થઈ. તેણે પિતાનાં રાજ્યમાં અમારિ–પડાહની પણ કરાવેલી. જૈન ધર્મ સ્વીકારતાં તેનું કુટુંબ ઓશવાળ જ્ઞાતિમાં ભળીને રાઠોડ શેત્રથી પ્રસિદ્ધ થયું. લલાડિયા ગોત્ર
૩૬૭. ભાલેજનગર પાસે નાપા ગામમાં વૃદ્ધસજનીય શ્રીમાળી જ્ઞાતિના લુણિગ નામના શેઠે સં. ૧૨૨૦ માં જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમણે નાણાવાલ ગચ્છના રામદેવસૂરિને આચાર્ય પદવી આપવામાં જયસિંહરિના ઉપદેશથી એક લાખ દ્રવ્ય ખરચ્યું તથા ચક્રેશ્વરીદેવીની તેમજ રાવલા પાર્શ્વનાથની, જીવંતસ્વામીની પ્રતિમાઓ ભરાવેલી. લુણિગના વંશજો લેલાડા ગામમાં વસવાથી લાડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. મહુડિયા ગોત્ર
૩૬ ૮. આ ગેત્રનાં વંશજે કાશ્યપગોત્રીય શિવદાસ સંતતીય છે. શિવદાસ ત્રણ કરોડ દ્રવ્યને આસામી હતો અને ભિન્નમાલમાં વસતે હતો. સં. ૧૧૧૧ માં ભિનમાલનો નાશ થતાં તેના વંશજ સમરથ શેઠ ત્યાંથી નાશી રત્નપુરમાં જઈ વસ્યા અને ત્યાંના ઠાકોર વીરમદેવના ભંડારી થયા. સં. ૧૨૨૩માં તેના વંશમાં થયેલા ભંડારી ગદા મહેશ્વરી ધર્મ પાળતા હતા. જયસિંહસૂરિએ એમને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા. ભંડારી ગોદાએ જયસિંહસૂરિના ઉપદેશથી શત્રુજ્ય અને ગિરનારને સંઘ કાઢયો તથા ઘણાં નગરોમાં લહાણી કરી સવાલાખ દ્રવ્ય ખરચ્યું. તેના વંશજે મહુડીમાં વસ્યા તેથી મહડિયા નામથી પ્રસિદ્ધ થયા. ત્યાં ને શેઠે જિનમંદિર બંધાવેલું. કાશ્યપ ગોત્રના આભાણી શાખાનાં આભુ શેઠે પણ સં. ૧૨૫૫ માં શ્રી મહાવીર પ્રભુને પ્રાસાદ બંધાવ્ય તથા શત્રુ ને મોટો સંપ કાઢી સંધવી પદ લીધું.
- ૩૬૯. મહુડિયા ગોત્રના ડભોઈ નિવાસી શેઠ વર્ધમાનથી સં. ૧૨૮૫ માં ગાંધી ઓડક થઈ. સહસ્ત્રગણા ગાંધી
૩૭૦. આપણે જોઈ ગયા કે આરક્ષિતસૂરિએ રત્નપુરના હમીરજીને પ્રતિબંધ આપી જૈન ધર્મી કર્યો, તેના પુત્ર સખતસંઘથી એમનાં ગોત્રનું નામ સહસ્ત્રગણુ ગાંધી પડ્યું. ડો. ભાંડારકરના હસ્તપ્રત વિષયક ચતુ અહેવાલ, પૃ. ૩૨ ૩ માં આ પ્રમાણે ઉલ્લેખ છે. વિ. ૨૨૪૨ મિનીષ્ટિ પાર્શ્વ रत्नपुरवासी सहस्रगणागांधी अदवुद प्रतिमा शत्रुजये अंचलगच्छे जयसिंहसूरिणा प्रस्था
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com