________________
જયારે આપ્તનું સ્વરૂપ વીતરાગપણાની સાથે સાથે સર્વજ્ઞત્વ અને હિતેપદેશીપણું પણ છે તે શું મૂર્તિમાં સર્વજ્ઞત્વ અને હિતેપદેશીપણું પણ છે ખરું? જે નહિ, તે પછી આ શાસ્ત્ર વિરૂદ્ધ વાત કેમ કરે છે ? જૈન શાસન અનુસાર દેવ તેજ કહેવાય, કે જે વીતરાગી, હિતેપદેશી અને સર્વજ્ઞ હોય. આ ત્રણ ગુણમાંથી એક પણ
છે હોય, તે આપ્ત ન કહી શકાય. મૂતિમાં ઉપરના ત્રણ ગુણ નથી તે પછી મૂર્તિને દેવ કેમ કહી શકાય?
(ન કહેવાય તે કાંઈ નહિ, અમે તે મૂર્તિને જ અમારૂં સર્વસ્વ માનીએ છીએ. “જિન મૂતિ જિન સરિખી, તે અમારા આચાર્યોનાં વચનેમાં અમે જરા પણ શંકા કરતા નથી. તમે અમૂર્તિપૂજકે કરશો-કરે છે તે માઠી ગતિને
પામશો. પ્રશ્ન-૨૮ મે–પંચકલ્યાણકની પ્રતિષ્ઠા વખતે ગર્ભ
કલ્યાણકને દિવસે ભગવાનને કઈ માતાના ગર્ભમાં લાવવામાં આવે છે ? તે વખતે માતાની સ્થાપના કેનામાં થાય છે? તથા પિતા પણ તે વખતે માનવામાં આવે છે કે નહિ?
(ભગવાન તે ઘણા વરસ પહેલાં જન્મ લઈ, દીક્ષા લઈ, મેક્ષ પધાર્યા, તે વાત તે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com