________________
પ૭
જાઓ છે ? તે આનંદથી હાથ કેમ ધોઈ નાખો છે? મારી સમજણ પ્રમાણે તે એવા અપ્રતિમ આનંદને છેડીને વળી પાછા સંસારમાં સંસારીએ જેવી હાયય કરવી, તે જેમ કેઈ હાથમાં આવેલ રત્ન ચિંતામણિને સમુદ્રમાં નાખી દીએ. તેના જેવું તમે કરે છે, એમ લાગે છે. જેમ રત્ન ચિતામણિ સમુદ્રમાં ફેંકી દીએ, તે તેના ફેંકવાવાળાની ભૂલ કે અજ્ઞાન છે, તેમ મૂર્તિપૂજાનો પ્રારંભ કરીને, અને ઈન્દ્ર બનીને પાછા સંસારી બનવું, તે કઈ જાતની બુદ્ધિ માની છે? (પહેલા નંબરની જ મૂર્ખાઈ ગણાય. પણ શું કરીએ ? કાંઈ આખો દિવસ ભગવાનને બે વાવીને તેમની પાસે થોડું જ બેસી શકાય છે? આવેલ ભગવાનને તે કાંઈ કામ ધંધો છે નહિ, તેથી તેઓ તે વરસ બે વરસ અમારા કહેવાથી બેઠા રહે, પણ અમારે તે કામ ધંધે કરજ પડેને? તેથી થોડો વખત અમારી ખુશી હોય તેટલે વખત ભગવાનને બોલાવીને પછી જરૂર ન હોય ત્યારે વિસર્જન કરી દઈએ. હવાલે આપી દઈએ. એટલે ભગવાન પાછા સિદ્ધ ક્ષેત્રમાં ચાલ્યા જાય. વળી અમારે ફરી વખત જરૂર પડે ત્યારે બોલાવીએ, ત્યારે વળી ભકતવત્સલ ભગવાન અમારી સેવામાં પાછા હાજર થાય આખે દિવસ બેસારી રાખીએ તે તેમને અને અમને બન્નેને કંટાળે આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com