________________
४६
અને મોક્ષમાર્ગને સીધો સંબંધ છે. સ્થાપના નિક્ષેપરૂપમૂર્તિપૂજા રૂપ સીડી ઉપર ચડયા કે સીધા મેક્ષમાં ઉતર્યાજ સમજે. બાલે, હવે શું કહેવું છે? હવે મૂર્તિ પૂજવી છે કે નહિ. જે મક્ષ જવું હોય તે તમારે મૂર્તિ પૂજવી જ પડશે.
- સાચી વાત એ છે કે–મોક્ષને અને મૂર્તિને હાથી-ઘડા જેટલું અંતર છે. મૂર્તિ પૂજા કરી પાપ બાંધી-
મિથ્યાત્વ સેવી કે મોક્ષ ગયું નથી, જતું નથી અને જશે પણ નહિ. માટે હે મુમુક્ષુ ભાઈઓ? અ વી મૂર્તિ અને મૂર્તિ પૂજાને તત્કાળ છેડી દીઓ.
પ્રશ્ન-૧૨ મો-સ્યાદવાદના સાત ભંગામાંથી કયા ભંગ
દ્વારા આપ લોકો મૂર્તિ પૂજાને જિનેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધ કરી શકે છે?
(કઈ પણ ભંગ દ્વારા નહિ કારણકે, જિનેન્દ્ર દેવે મતિ પૂજા કરવા કહ્યું જ નથી, પછી જિનેન્દ્ર પ્રતિપાદિત રહ્યું જ કયાં ? આ તે અમારા વડવા મૂર્તિ પૂજતા આવ્યા છે. એટલે અમે પણ પૂજીએ છીએ બાકી સમજુ માણસે તે સારી રીતે સમજે છે કે –મૂર્તિપૂજામાં પૈસાનું પાણી, સમયને વ્યય અને પાપનાં પોથાં સિવાય બી. કેઈ લાભ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com