________________
૩૫
હવે ચોથે કુતર્ક કરે છે કે જેમ ફેટે અગર તે મૂતિ દેખે તેજ મનુષ્યને ભાવ થઈ જાય છે. એટલા માટે શાન્ત મૂર્તિ ભગવાનની છબીનાં દેખવાથી પણ શાંતિ લાભ થાય છે. એટલા માટે મૂર્તિ પૂજન કરવું ઠીક છે.
આ કુતર્ક માટે અહિ આપે તે સમાધાન પૂર્ણ થશે જેમકે કામી જીવને વેશ્યાનાં ફેટા દ્વારા કામ ભાવ થઈ જાય છે તે શું એ પ્રકારે ભગવાનની શાન્ત મૂતિને જેવાથી જે ભગવાન શાંત કેવળ જ્ઞાની છે તેનાં તે કેવળ જ્ઞાન સ્વરૂપ ભાવ શાંત મૂતિનાં જેવાવાળાનાં અનુભવમાં આવી શકે છે ? જે ભગવાનની મૂર્તિને દેખવાથી તેમનાં કેવળજ્ઞાન રૂ૫ શાંત–ભાવને અનુભવ તે દર્શન કરનાર કરી લેતે હોય તે ભારે હર્ષની વાત છે કે વિના પ્રયાસે કેવળ આટલા સસ્તામાં કેવળ જ્ઞાન અને શાંતિને લાભ થાય છે, પરંતુ કેવળજ્ઞાન સ્વરૂપ શાંતિ ન મળતાં માત્ર ક્ષણિક શાંતિનો અનુભવ થયે અને મંદિરની બહાર નીકલતાંજ સિંહનાં જેવું દિલ થઈ ગયું, તે પછી એ કેવી શાંતિ, અને શાંત મુદ્રાનું દર્શન ? એવી ક્ષણિક શાંતિને ઈચ્છવાવાળા બધુ એકાન્તવાસ કરીને પણ થોડા સમયમાં તે કહેલ ક્ષણિક શાંતિથી પણ અધિક લાભ કરી શકે છે, જે વસ્તુ અમને સંસારમાં થોડા પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે તે માટે આપણુ ભગવાનને કલ્પિત બનાવી દેવા અને તેનાં પાસેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com