________________
30
"
આપેલ છે. હવે બીજી' આપ સિદ્ધ કરી કે (જેવી રીતે અમે “જિનવાણીનાં શબ્દોમાં ભાવ ભર્યાં છે” એમ સિધ્ધ કરી આપ્યું છે) મૂર્તિમાં કયા ભાવ ભર્યાં છે અને આપ કયા ભાવને વંદન કરે છે અને પૂજા કરેા છે અને તે ભાવ કયાંના છે અને તે ભાવે કાના છે અને કાણે મૂર્તિમાં ભર્યાં છે ? અને અ પ એ પણ બતાવા કે અમે ૮ દિવ્યધ્વનિ ' નાં ખરવા વખતે અથવા ગણધરાનાં દ્વાદશાંગ ગુંથવા સમયે જેવા છે તેવા ભાવ આજની જિનવાણીનાં શબ્દોમાં પણ ભર્યાં છે એ સિદ્ધ કરી આપ્યુ છે. શુ આપ સિદ્ધ કરી શકેા છે કે આપની અરિહંતની (પાષાણુની) મૂર્તિમાં મૂર્તિમાન અરિહંતનેા ભાવ અરિહું તાવસ્થામાં હતા, તે ભાવે। આ વખતે તેની મૂર્તિમાં ભર્યાં છે? જો તે અરિહંતના ભાવે મૂતિ માં ભર્યા નથી તે પછી આપ પાષાણુનું વદન-પૂજન કરેા છે, તે પછી આપ સિદ્ધાંતવ દીએ પેઠે ભાવવાદી નથી પણ જડવાદી છે અને જો (જડવાદી) નથી તેા પછી જિનવાણીના ભાવ યુકત શબ્દો પ્રમાણે આપ મૂર્તિમાં પણ અરિહંતના ક્ષાયિક ભાવને સિદ્ધ કરી કે જે તેમની અરિહંતાવસ્થામાં હતા, અમારા આટલા વચના પરથી આપ સમજી શકયા હશે! કે વાસ્તવિક રીતે જિનવાણીનાં શબ્દોનાં ભાવ તા વંદનીય છે, અને અ.પની પાષાણની મૂર્તિમાં ભાવના અભાવ હાવાથી અવંદનીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com