________________
૧૫૫
પહેલાં સાત આઠ દિવસે પ્રતિષ્ઠા કરાવનાર શેઠ પ્રતિષ્ઠા કરાવવાવાળા વિદ્વાન (ગૃહસ્થ, આચાર્ય કે ભટ્ટારક)ને ઘેર જાય. સ્ત્રીઓ મોતીભર્યા થાળ હાથમાં લઈને ગીત ગાતી ચાલે. ગરજી મહારાજને ઘેર જઈ તેને પિતાને ઘેર તેડી લાવે. ત્યાં ચાકી બીછાવી તેના ઉપર સિંહાસન રાખી ચાર વાટવાળે દી જલાવે. સિંહાસન ઉપર તે વિદ્વાનને બેસારે અને પછી વાજા વાગે. ત્યાર બાદ ચાર સાગ્યવંતી કે યુવાન સ્ત્રીઓ તે વિદ્વાનના શરીર ઉપર ચંદન લગાવે, પછી તેલ ચાળે, પછી પીળી ખલીથી તેલ દૂર કરીને વિદ્વાનને નવરાવે. પછી સ્વાદિષ્ટ ભેજન કરાવી તે વિદ્વાનને સારાં વસ્ત્ર અને ઘરેણાંથી સજાવે.
ત્યાર પછી તે વેદી ગાયના છાણથી લીપી જાય છે, ઘડામાં ગમૂત્ર આદિ નાખવામાં આવે છે, ત્યાર પછી જિનેન્દ્ર, તેમની માતાઓ અને ઇંદ્ર-ઈંદ્રાણીઓની તથા છત્રચામર આદિ અષ્ટમંગળ દ્રવ્યોની પૂજા આઠ દ્રવ્યથી થાય છે. તથા કેઈ દેવતાની પૂજા સફેદ ચૂર્ણથી તે કોઈની લાલ ચૂર્ણથી, તથા કેઈની ખીરથી, અને દુશ્મનેના નાશ માટે કૃષ્ણ પ્રતીદેવની કાળા ચૂર્ણથી પૂજાસ્થાપના થાય છે. આ છે “અહિંસા પરમે ધર્મ !” આ બધી વાત જે વિગતથી લખવા બેસીએ, તે એક પુસ્તક ભરાય. અમૂર્તિપૂજક ધર્મ મૂકી મૂર્તિપૂજક ધર્મ ગ્રહણ કર્યો, તે કયાં જઈને પડ્યા, તે એક વિચારવા જેવી વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com