________________
૨૯
તે પછી દહીની ખડકીના દેરાસરમાં મૂલનાયક શ્રી વિમલનાથ ભગવાનના સપ્રેમ દર્શન કરી શેઠ મગનલાલ મોતીચંદના ઘર દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા, વિમલનાથના દેરાસરમાં ૧૩ અને ૨૧ તથા ઘર દેરાસરમાં ૮ અને ૨ પ્રતિમાજી છે.
પાસુરચંદની પળના દેરાસરમાં મુખ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કરી ચત્યવંદન કર્યું. અહીં ર અને ૧૪૩ પ્રતિમાજી છે. શેઠ ચિમનલાલ લલુભાઈના ઘર દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના ૫ પ્રતિમાજી છે. શેઠ ચિમનલાલ પ્રેમચંદના દેરાસરમાં મુખ્ય શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની રતુતિ સપ્રેમ કરી હતી. અહીં ધાતુના સાત પ્રતિમાજી છે. શેઠ કેશવલાલ ત્રિકમલાલના દેરાસરમાં વાસુપૂજ્ય સ્વામીના દર્શન કર્યા હતા, અહીં કેવલ ધાતુના ૮ પ્રતિમાજી છે.
લુવારની પળમાં ઉપાશ્રયની બાજુના દેરાસરમાં મુખ્ય શ્રી અજીતનાથ ભગવાનના દર્શન કર્યા અહીં ૩અને ૧૧ પ્રતિમા છે.
ગુસ્સા પારેખની પિળના દેરાસરમાં મુખ્ય શ્રી ધર્મનાથ ભગવાનના દર્શન વંદન કરી શેઠ મણિલાલ ડાહ્યાભાઈના ઘર દેરાસરમાં પાશ્વનાથ ભગવાનની સ્તુતિ કરી શેઠ વાડીલાલ મગનલાલ હાપાના ઘર દેરાસરમાં શાન્તિનાથ ભગવાનના દર્શન સપ્રેમ કર્યા હતા. ધમનાથના દેરાસરમાં ૬ અને ૧૫ પાશ્વનાથના દેરાસરમા કેવલ એક ધાતુની પ્રતિમાજી છે.
અહીં પોળસંઘવતી મંડપ બાંધે હતો, લાઉડસ્પીકરથી સંઘના સ્વાગત વા બેલતા હતા, આચાર્યશ્રીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com