________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
mmmmmmmmmmmmmmmmmmmmmm
શકે, કાચાપોચા સાધકને તે ઇન્દ્રિયવિષયરૂપ ગવાલિયાએ મોટામાં મેટે ઉપસર્ગ સમજ.
દરેક સાધકરૂપ વિરને ત્રણ સ્થળે એાળંગવા પડે છે. (૧) માયારૂપ વ્યંતરીને ગુસમાર, (૨) કંદના સમાગમરૂપ સંગમ દેવને ઉપસર્ગ અને (૩) ઇંદ્રિય વિષરૂપ ગોવાલિયાઓને ઉપસર્ગ. આ ત્રણે પરીષહે અસહ્ય છે. કાચાપોચા પણ મહાન દેખાતા ગી લેકે આ ત્રણ
સ્થળમાંથી કોઈ પણ સ્થળે માર ખાઈ બેસે છે. જે મહાન વિચારવાન છે અને કેવળ નિજસ્વરૂપમાં અપ્રમતપણે, પૂર્ણ જાગ્રતપણે કે દ્રષ્ટપણે રહે છે તે મહાન સાધક-મહાવીર જ આ ત્રણે અસહા ભયંકર પરિચયને પણ એળંગી જાય છે. એટલા માટે જ કહ્યું છે કે માયા, ઠંદ્ર અને ઇન્દ્રિય-વિષયને જીતનાર સાધક મહામા ખરેખર મહાવીર જ છે. સામાન્ય સાધકેએ આ ત્રણ સ્થળોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આત્મધ્યાનમાં મસ્ત રહેવું અને એ ત્રણે પરિચયેના પ્રસંગમાં પૂર્ણ જાગ્રત રહેવું.
એ ત્રણેની છેતરપિંડીમાંથી બચવાને ઉપાય માત્ર આત્મસ્વરૂપમાં નિમગ્નતા સાથે વિચારદશા છે. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે
ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ॥ શબ્દાર્થ –ધ્યાનરૂપી વૃષ્ટિથી, દયારૂપી નદીનું સમતારૂપ પૂર પ્રસરત સતે વિકારરૂપી તીરકાંઠા] ઉપર ક્ષોનું મૂળમાંથી ઉન્માન થાય છે
તેથી વિચારકે શુદ્ધ વિચારવડે એવા ભયંકર પરિચયમાંથી બચી શકે છે. શુદ્ધ વિચાર જ એવા સમયમાં વૈદ્યનું કામ કરે છે. સદગત પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આ વસ્તુને બીજી રીતે ઘટાવે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com