________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
અખંડ અનુભવ મેળવવાની કે મહાવીર થવાની ઈચ્છા થાય છે ત્યારે તે રાજસવૃત્તિમાંથી પાછા હઠે છે અને બહિવૃત્તિઓ વિચાર કરે છે. બહિવૃત્તિએ વિચારના સ્થાનમાં જવું એ જ માહણપુર-બ્રાહ્મણપુરમાં મહાવીરને ગર્ભ જાણ. આ બહિવૃત્તિએ આત્માના સાક્ષાત્કાર માટે વિચાર કરતાં કરતાં સદનુકાન કરવાને મન પ્રેરાય છે. અનુષ્ઠાન એટલે ક્રિયા અને ક્રિયા કરવામાં આગ્રહની ખાસ જરૂર હોય છે જ; માટે ક્રિયારૂપ દેવાનંદા એ પત્ની છે અને આગ્રહરૂપ ઋષભદત્ત એ પતિ છે. રાજસવૃત્તિરૂપ દેવ ભવમાંથી પાછા વળ્યા પછીની મુમુક્ષુની પહેલી સ્થિતિ બહિર્વત્તિરૂપ માહણપુરમાં આગ્રહરૂપ ઋષભદત્તની પત્ની ક્રિયાવૃત્તિરૂપ દેવાનંદામાં હોય છે. ક્રિયા અને આગ્રહ એ બને બહિર્વત્તિના વિષયે હોવાથી સાક્ષાત્ મેક્ષના સાધને નથી પણ પરંપરાએ મેક્ષના સાધન ગણાય છે. આગ્રહપૂર્વક ક્રિયાઓ થાય છે અને તે બહિર્વત્તિને વિષય છે. આગ્રહપૂર્વક ક્રિયા કરતાં કરતાં કર્મોને અંશત: ક્ષય [
નિશ] થાય છે અર્થાત અંત:કરણની શુદ્ધિ થાય છે. એટલે કે મન કેળવાય છે ત્યારે મનમાં સ્વભાવતઃ તત્ત્વજ્ઞાન જાણવાની રુચિ થાય છે. તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન. તે અંતવૃત્તિને વિષય છે, બહિર્વત્તિ અને અંતરિ એ મનની સ્થિતિના ભેદ છે.
શરૂઆતમાં ક્રિયાકલાપમાં જ આત્મ-સાક્ષાત્કાર થાય છે એમ મન માની બેસે છે, પણ ક્રિયા વડે મનને વિકાસ થતાં
+ જબ તક આત્મજ્ઞાન ના, મિયા કિયા કલાપ;
ભટકે તીને લેકમેં, શિવસુખ લહે ન આપ. અર્થ-જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી સર્વ ક્રિયાઓ ફોકટ છે; અને તેથી તું ત્રણ લેકમાં ભટકીશ તજ મેક્ષ સુખ પામી શકીશ નહિ.
શ્રીગસાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com