________________
જગતના પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંશે જોતાં જણાય છે. ક્રિશ્ચિયન ચિએલોજીના અભ્યાસકે પણ સાક્ષી પૂરી શકશે કે આ પદ્ધતિને એમાં સારી પેઠે ઉપયોગ થયો છે અને થાય છે, અને તે સ્વીડનબોર્ગ જેવાના પંથમાં જ નહિ પણ ઈંગ્લાંડના “સ્ટેટ ચર્ચે(રાજે માનેલા સંપ્રદાયે) તથા ટેનિસન વગેરે કવિઓએ પણ સ્વીકારી છે. શેકસપીઅરનાં નાટકની ખરી મહત્તા પણ આ પદ્ધતિને અનુસરતાં જ સમજાય છે. સર્વને સુવિદિત છે કે એનાં પાત્રો એ સ્ત્રી-પુરુષ જ નથી પણ મૂર્તિમંત ભાવે છે. એનાં નાટકો એ પૂલ વ્યવહારનું વર્ણન નથી, પણ આધ્યાત્મિક સત્યનું પ્રત્યક્ષીકરણ છે. અને એ જ રીતે મહાભારત, પુરાણ વગેરેનું પણ છે.
જરૂર માત્ર એટલી જ છે કે જેટલા માન, પ્રેમ અને આદરપૂર્વક પશ્ચિમ પ્રજાઓમાં શેકસપીઅરને અભ્યાસ થાય છે તેટલા જ માન, પ્રેમ અને આદરપૂર્વક અને અભ્યાસ થ જોઈએ,
અત્રે એટલું ઉમેરવું જોઇએ કે જ્યાં ત્યાં શ્વેષ કલ્પી બે અર્થ કાઢવા એમ કહેવું નથી. એ રીતે તે બહુધા કપલકલ્પના જ ઉપજવા સંભવ છે. પણ ગ્રંથકર્તાના ભાવમાં તન્મય થઈ ઊંડા ઊતરી જતાં, કોઈક એવો અપૂર્વ પ્રકાશ સર્વત્ર વ્યાપી રહેલો ઉપલબ્ધ થાય છે કે જેણે કરી પૂલદ્રષ્ટિને અગમ્ય એવા નિગૂઢ ભાવે હસ્તામલકવત પ્રત્યક્ષ દેખાય છે. આ પ્રકાશ પ્રાપ્ત કરવો એટલું જ અને વકતવ્ય છે.
આ વિષયના સમર્થનમાં આથી વિશેષ શું કહેવાનું હોય? વાચક આ લેખ વાંચી શ્રી વીર પ્રભુ પ્રત્યે વિશેષ ભક્તિ તેમજ પૂજ્યભાવ રાખી, આત્મ વિકાસને માર્ગે ચાલે અને તે દિવ્ય પ્રકાશના દશનદ્વારા મેક્ષના શાશ્વત સુખ પામે એવી ભાવના ભાવી વિરમું છું. વસંતપંચમી છે
જેન સંધસેવક– વિ. સં. ૧૯૮૯ ઈ ભાયાણી હરિલાલ જીવરાજભાઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com