________________
૭પ
નવા વિજ્ઞાનને આજે સમજાય છે કે વિશ્વની વ્યવસ્થામાં કાર્યકારણના નિયમ Law of Cause and Effect ઉપરાંત બીજા નિયમે પણ કાર્ય કરે છે. ડૉ. કાલે શું કહે છે તેમ કેટલાક બનાવે એકબીજા જોડે સંબંધ ધરાવે છે, પરંતુ તેમાં કયાંય કાર્યકારણને નિયમ સમજાતું નથી. ડે. કાર્લ હું તેને A causal Synchronicity 24901 Law of meaningful Coincidence કહે છે. વિશ્વમાં વ્યાપક મહાસત્તાના નિયમ Cosmic Order માં ભિન્ન ભિન્ન નિયમોને સમન્વય થઈ જાય છે.
પુદ્ગલથી અલગ તત્વ આત્મસિદ્ધિના પુસ્તકમાં વિજ્ઞાનની આટલી બધી વિગત ભેગી કરવાનું કારણ એ છે કે નવી પ્રજાનાં મન અને બુદ્ધિ ઉપર અર્વાચિન વિજ્ઞાનની ભારે અસર છે. આત્માની સિદ્ધિ કરી આપણે અટકી જવાનું નથી. આત્મા આજે જે સ્થિતિમાં છે તેમાંથી વિશેષ શુદ્ધ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી શકે? આ જાણવું પડશે, એ માર્ગે જવું પડશે. આ અધ્યાત્મનું વિજ્ઞાન છે.
પિતામાં પગલથી અલગ જે આત્મતત્ત્વ છે તે પિતે છે. તે “Real ' છે આ સમજણ જગાડવાની છે.
આજનું પદાર્થનું વિજ્ઞાન કેઈ સિદ્ધાંત નથી. પ્રયોગ અને નિરીક્ષણ કરતાં કરતાં જે નવાં નવાં તે પ્રાપ્ત થાય છે તેને સંગ્રહ માત્ર છે. જડ પદાર્થ માટેના પ્રયેગા કે પદ્ધતિ જડથી ભિન્ન પદાર્થ માટે કામ ન આવે એ વાત આજના વૈજ્ઞાનિકને સમજાતી જાય છે.
ડાં વરસે પહેલાં આત્માની અતીન્દ્રિયની વાત આવતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com