________________
૧૩૩
ઉતારી લેતાં. તેની ટાઈપ કૉપી કરાવી એક રેગીને કે તેના વાલીને આપવામાં આવતી અને બીજી કોપી ફાઈલ માટે રાખવામાં આવતી. આ ફાઈલ એક માણસની અતીન્દ્રિય શક્તિ, અને માનવપ્રેમની મૂક સાક્ષી છે. કઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ આ ફાઈલે તપાસી શકે છે.
હા, અમે આ શરીર જોઈ શકીએ છીએ - જે લોકો વિશે નિદાન કરવાનું હોય તે, કેઈસી હોય તે જ એરડામાં હોય કે દૂરના સ્થળે હોય, પણ કેઈસીના અંતર્તાનની રીત એક સરખી જ રહેતી. તે પિતાનાં બૂટ કાઢી નાખત, કોલર તથા ટાઈ ઢીલાં કર્તા અને કેચ કે પથારીમાં શરીરને સંપૂર્ણ ઢીલું કરીને સૂતે. માથું દક્ષિણમાં રહેતું, પગ ઉત્તરમાં. એક કેચ અને માથા નીચે રાખવા માટે ઓશિકા સિવાય કેઈસીને બીજા કશા સાધનની જરૂર ન પડતી. માત્ર આરામથી જવાબ આપી શકાય એટલા પૂરતી કાચની જરૂર લાગતી. દિવસે કે રાતે ગમે તે સમયે જવાબ મળતા. પ્રકાશ કે અંધકારની અંતર જ્ઞન પર કશી અસર નહોતી પડતી. કેઈસી થોડી વાર લાંબે થઈ સૂએ એટલે તેને સંમેહનની નિદ્રામાં લાવવામાં આવતે. લેયને, કેઈસીની પત્ની કે પાછળના વર્ષોમાં તેને પુત્ર હગલીન અથવા કેઈસી જેને આ કાર્ય સેપે તે કઈ જવાબદાર માણસ આ ફરજ બજાવતે. તેને સામાન્ય રીતે નીચે પ્રમાણે સૂચન કરવામાં આવતું. '
તમારી સામે હવે (વ્યકિતનું નામ) છે. તે (જ્યાં એ વ્યકિત રહેતી હેય એ સ્થળ, શહેર, રાજ્યનું નામ)–માં રહે છે. તમે આ શરીરને બરાબર નીરખે, તેને સંપૂર્ણ તપાસી જુઓ, અને અત્યારે તેની જે સ્થિતિ લાગે તે અંગે, તથા તેનાં કારણે વિશે જે કાંઈ હોય તે મને કહો. આ શરીરની સ્વસ્થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com