________________
૧ર૬
વિજ્ઞાન અને ધર્મ સમગ્ર સમયાની વિરાટતા ચંકાવી દે તેવી લાગી. દુનિયા આવી કટોકટીભરી સ્થિતિમાં કઈ રીતે અને શાથી પહોંચી? એથી પણ વધારે મહત્વની વાત-એને ઠીક ઠાક કરવા માટે શું કરવું જોઈએ? આપણી વસ્તુનિષ્ઠ તર્કબુદ્ધિના ચરમ વિકાસને (જેનું પ્રતીક વિજ્ઞાન છે) આપણી વ્યક્તિલક્ષી આંતજ્ઞા (જેનું પ્રતીક મતિક ધર્મ છે)ના ચરમવિકાસ સાથે શી રીતે સંજી શકાય?
ચેતનાનું રૂપાંતર માનવજાત સમક્ષ ખડા થયેલા પડકારને આજે હું અવલોકું છું ત્યારે મને એનો એક જ ઉકેલ સાંપડે છે ચેતનાનું રૂપાંતર, વિશ્વ સંવાદિતા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય અત્યારની તેની અહં કેન્દ્રી ચેતનાથી ઉપર ઊઠવું જોઈએ. પિતાની ભીતરથી શરૂઆત કરી પિતાના પરિવાર તેમ જ અન્ય લેક સાથેના સંબંધે દ્વારા સમગ્ર વિશ્વ સાથેના સંબંધ સુધી ગતિ કરવી જોઈએ. નહિ તે મનુષ્ય વધુ ને વધુ ઊંડી અરાજકતા અને સંકટમાં ઊતરતા છેવટે પિતાના જ સજેલા વિનાશ ભણી ગતિ કરતે જશે.
નવ વર્ષ પહેલાં પહેલી વાર મેં જ્યારે પરા-મને વિજ્ઞાનમાં ડોકિયું કર્યું ત્યારે મને ચેતનાની ધમાં રસ પડ શરૂ થયો. હું આ આખા ય ક્ષેત્ર વિશે સંશયી અને અજ્ઞાની પણ હતો. પણ ખરું કહું તે હું હકીકતમાં એવી વિભાવનાની શોધમાં હતું, જે જીવનને અર્થ સમજાવી શકે; એવી સર્વાગી વિભાવના, જે ધર્મ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનની મારી વર્ષોની શોધમાં મને મળી ન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com