________________
૧૨૨
८
ઈ. સ. ૧૯૧૮ ના ઑકટોબરમાં ઈંગ્લેડ, બર્કીંગહામ
શાયરમાં ચાર વરસના બાળક રોબર્ટ એરેઝફોર્ડ ઊંઘમાં બબડતા હતા. તેના પિતાએ કાન દઇને સાંભળવા પ્રયત્ન કર્યો. બાળક ખખડતા હતા
અરે, બિચારી ટીમ્સ ! અરે, બિચારી ટીમ્સ !’
રાખના પિતા પોતાના પરિચયમાં કઈ ટીમ્સ નામની ખાઇને એળખતે ન હતા, તે ચાર વરસના રોબર્ટ તે કયાંથી આળખતા હોય !
રોબર્ટના પિતાએ ડૉકટરને એટલાન્યા. બાળક ઊંઘતા હતા અને બબડતા હતા. ડૉકટરે બેત્રણ વાર બાળકને પૂછ્યું, બિચારી ટીમ્સનું શું છે?” અને બાળકે કહ્યું, એડવિન મૃત્યુ પામ્યા છે, કાદવમાં પડેલા છે, અરે બિચારી ટીમ્સ !’
વિશ્વયુદ્ધ હવે પૂરું થવા આવ્યું હતું. નાના રોબર્ટ ઊંઘમાંથી જ્યારે જાગ્યા ત્યારે તેને કઈ જ યાદ ન હતુ. ટીમ્સ અને એડવનને ઘરમાં કે સગામાં કોઈ જ ઓળખતુ ન હતું.
ડૉકટરની પત્નીએ કહ્યું કે આશરે વીસ માઈલ દૂરના ગામમાં ટીમ્સ નામની કોઈ ખાઈ રહેતી હતી. તપાસ કરતાં જણાયું' કે ટીમ્સના દીકરાનું નામ એડિવન હતું.
નાના રોબર્ટને સ્વપ્ન આવ્યું તેની આગલી રાત્રિએ યુદ્ધમાં એડવિનનું મૃત્યુ થયું હતું.
આશ્ચર્યની વાત છે કે એક નાના બાળકને મસા માઈલ દૂર થયેલા મૃત્યુનું અને જેને તે જાણતા નથી એવી બે વ્યક્તિએ ટીમ્સ અને એડવિનનુ સ્વપ્ન કઈ રીતે આવ્યુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com