________________
ઈગ્લેંડના વડા પ્રધાનનું ખૂન ઈ. સ. ૧૮૧૨ મે ૧૦ ની રાત્રે ઇંગ્લેંડના વડા પ્રધાન પેન્સર પસવલને સ્વપ્ન આવ્યું. હાઉસ ઓફ કોમન્સની લોબીમાં પિતે જતા હતા ત્યારે ચળકતા બટનવાળો ઘેરા લીલા રંગને કેટ પહેરેલા ગાંડા જેવા એક માણસે તેમના પર બંદૂક ફેડી. ઘરનાં બધાને તેમણે આ વાત કરી.
એક અઠવાડિયા પહેલાં તા. ૩ મે ૧૮૧૨ કર્નલના રેડરૂથ ગામમાં પોતાના ઘરમાં રહેતા વિલિયમ નામના માણસને સ્વપ્ન આવ્યું. રાજકારણમાં વિલિયમને રસ હતો નહિ. સ્વપ્નામાં પોતાને હાઉસ ઑફ કૉમન્સની લેબીમાં ઊભેલે જે. ઘેરા લીલા રંગને કેટ પહેરેલા એક માણસે બીજા માણસને છાતીમાં ગોળી મારી. જેને ગોળી વાગી તે જમીન પર પડી ગયું અને તરત મૃત્યુ પામ્યું. મરનારનું તેણે જે વર્ણન કર્યું તે વડા પ્રધાન પસીંવલને મળતું હતું.
વિલિયમ જાગે અને સ્વપ્નાની વાત પિતાની પત્નીને કરી. ફરી ઊંઘી જતાં પાછું તે જ સ્વપ્ન આવ્યું. પાછા જાગી ગયે. ફરી નિદ્રાધીન થતાં તે જ સ્વપ્ન ત્રીજી વાર તેણે જોયું. મિત્રોને તેણે વાત કરી. વડા પ્રધાનને આ સ્વપ્ન માટે ચેતવવા લંડન જવું? પત્ર લખીને જણાવવું? આવા અનેક વિચારે તેને આવ્યા. મિત્રોએ વાત હસી કાઢી.
- ઈ. સ. ૧૮૧૨ ના મેની ૧૧મી તારીખે એક ગાંડા માણસે હાઉસ ઓફ કોમન્સની લોબીમાં જતા વડા પ્રધાન સ્પેન્સર પર્શીવલનું ગેળીથી ખૂન કર્યું. ખનીએ ચળકતા બટનવાળા ઘેરા લીલા રંગને કેટ પહેર્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com