________________
૧૨
મતવાળા આત્માને નિત્ય જ માનતા નથી અને તૈયાયિક મતવાળા આત્માને અપરિણામી નિત્ય એટલે જેમાં કશે ફેરફાર થઈ શકે નહિ એવું માને છે તે પણ યુક્તિયુકત જણાતું નથી.
આત્મા સારાં અને નઠારાં કર્મોને કરનારે છે અને પોતે કરેલાં કર્મોને મુખ્યપણે ભગવનારે પણ એ જ છે. એથી આત્મા કર્તા પણ છે, અને જોક્તા પણ એમ માનવું આવશ્યક છે. કિંતુ સાંખ્ય મતવાળા આત્માને અકર્તા અને ગૌણપણે ભોક્તા માને છે તે વ્યાજબી નથી.
વળી આત્મા ચેતન્ય સ્વરૂપ છે. નિયાચિક મતવાળા આત્માને ચેતન્યસ્વરૂપ નથી માનતા તે ઠીક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com