________________
તે પ્રત્યક્ષ જ છે, કારણ કે તે વિજ્ઞાનરૂપ છે. જે વિજ્ઞાનરૂપ હેય તે સ્વસંવેદન–પ્રત્યક્ષથી સ્વસંવિદિત હોય જ છે; અન્યથા વિજ્ઞાનનું જ્ઞાન ઘટી શકતું જ નથી. આ પ્રકારે સંશયરૂપ વિજ્ઞાન જે તને પ્રત્યક્ષ હોય તે તે રૂપે જીવ પણ પ્રત્યક્ષ છે જ. અને જે પ્રત્યક્ષ હોય છે તેની સિદ્ધિમાં બીજા પ્રમાણે અનાવશ્યક છે. "
જેમ પિતાના દેહમાં જે સુખ-દુખાદિને અનુભવ થાય છે તે સ્વસંવિદિત હોવાથી પ્રત્યક્ષ સિદ્ધ છે અને સુખ-દુખાદિની સિદ્ધિમાં પ્રત્યક્ષથી બીજા પ્રમાણ અનાવશ્યક છે, તેમ જીવ પણ સ્વવિદિત હોવાથી તેની સિદ્ધિમાં અન્ય પ્રમાણે અનાવશ્યક છે.
અહં પ્રત્યક્ષથી જીવનું પ્રત્યક્ષ ભગવાન - મેં કહ્યું “હું કરું છું.” “હું કરીશ? ઈત્યાદિ પ્રકારે ત્રણે કાલસંબંધી પિતાનાં વિવિધ કાર્યોનો જે નિર્દેશ કરવામાં આવે છે તેમાં જે “હુંપણાનું અહંરૂપ જ્ઞાન થાય છે તે પણ આત્મપ્રત્યક્ષ જ છે. ઘટ વગેરે જેમાં આત્મા નથી તેમને એવું અહંપણનું અંતર્મુખ આત્મ પ્રત્યક્ષ પણ હેતું નથી. વળી, જે જીવ હોય જ નહિ તે તને “અહ” એ પ્રત્યય-જ્ઞાન કયાંથી થાય? કારણ કે જ્ઞાન નિવિષય તે હેતું નથી.
ઇન્દ્રભૂતિ – અહં પ્રત્યયને વિષય જીવ નહિ પણ જે દેહ માનવામાં આવે તે પણ અહં પ્રત્યય નિર્વિષય નહિ બને. “હું કાળે છું.” “હું દૂબળો છું.” ઈત્યાદિ પ્રત્યામાં હું સ્પષ્ટરૂપે શરીરને લક્ષીને પ્રયુક્ત થયેલ છે તે હું એટલે “દેહ એમ માનીએ તે શે વધે?
ભગવાન – જે “હું” એ શબ્દ દેહ માટે જ વપરાતે હોય તે મૃત દેહમાં પણ અહં–પ્રત્યય થવો જોઈએ. પણ થતે તે નથી
માટે હુંપણાના જ્ઞાનને વિષય દેહ નહિ પણ જીવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com