________________
પિતાના દેહમાં રહેલું ચિતન્ય સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે. અને શરીરમાં રહેલું ચેતન્ય ચેષ્ટાથી સિદ્ધ થાય છે.
આત્માને નિષેધ કરનાર એક પણું પ્રમાણ નથી. જ્યારે આત્માને સિદ્ધ કરનાર સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણ ઉપરાંત પરમ ઉપકારી સર્વજ્ઞ મહાત્માઓના વચન સ્વરૂપ આગમ પ્રમાણ પણ પ્રાપ્ત છે. આ આગમ પ્રમાણુ કહે છે કે ઉપયોગ લક્ષણવાળો જીવ સંસારમાં અનાદિ કાળથી ભટકે છે.
સાધન અને સાધક વળી “આત્મા નથી એમ કહે છે તે પણ આત્મ જ છે, કારણ કે અચેતનમાં ઈન્કાર એટલે પ્રતિષેધ કરવાનું સામર્થ્ય નથી.
આત્માને નિષેધ અસંભવ છે. “મારી માતા વંધ્યા છે અથવા હું નથી એમ કહેવું વિપરિત છે, તેથી આત્માને નિષેધ કરનારું વાકયે અસંભવ દેવવાળાં છે.
જેમ અઘટ કહેવાથી ઘટની સિદ્ધિ થાય છે તેમ અજીવ કહેવાથી જીવની સિદ્ધિ થાય છે.
આત્મા નથી એ વાય કંઈ આત્માને નિષેધ કરતું નથી, પરંતુ મૃત શરીરમાં આત્મા નથી એમ સૂચવી દેહ સાથે આત્માના સંબંધને નિષેધ કરે છે.
જેમ રૂપ, રસ, ગંધ, વગેરે ગુણેને આધાર પુદ્ગલ દ્રવ્ય છે તેમ જ્ઞાનાદિ ગુણેને આધાર આત્મા છે.
પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે ગુણે જાણતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com