________________
૮૮
છે. જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવે પણ સત્ય છે. પરમાત્માને અધીન છે. શ્રી મધ્યાચાર્યના ભેદવાદ કહેવાય છે.
શ્રી વલ્લભાચાર્યના મતે જગત એ બ્રહ્મનુ પરિણામ છે છતાં બ્રહ્મમાં કોઈ પણ પ્રકારના વિકાર પ્રાપ્ત થતા નથી. બ્રહ્મ પોતે જ, શુદ્ધ બ્રહ્મ જ જગત રૂપે પરિણમ્યું છે, એની સાથે માયાના સબંધ નથી, અવિદ્યાના સંબંધ નથી. તેથી તે શુદ્ધ કહેવાય છે. શુદ્ધ બ્રહ્મ જ કારણ અને કાર્ય બન્ને રૂપે છે; એટલે આ વાદને ‘શુદ્ધા દ્વૈત’ કહેવાય છે. જીવ નિત્ય અને અણુ છે, પ્રશ્નના અંશ છે અને બ્રહ્મથી અનન્ય છે. જીવની અવિદ્યાથી તેના અહતા-મમતાત્મક સંસાર નિમિત થાય છે. વિદ્યાથી અવિદ્યાના નાશ થઈ આ સંસારને તે જીવ માટે નાશ થઈ જાય છે.
જીવાત્મા દેહપરિમાણ
વૈશ્વિક દર્શને આત્માને વ્યાપક માન્ય છે. શ્રી રામાનુજ, વગેરેએ બ્રહ્માત્માને વ્યાપક પણ જીવાત્માને અણુપરિમાણ માન્ય છે. જેના એ આત્માને દેહ પરિમાણુ કહ્યો છે. અને કેવલી સમ્રુદ્ધાતની અપેક્ષાએ લેકવ્યાસ કહ્યો છે.
જે દના આત્માને વ્યાપક માને છે તેમને મતે પણ સંસારી આત્માનાં જ્ઞાન, સુખ-દુઃખ ત્યાદિ ગુણા તા શરીર મર્યાદિત આત્મામાં જ અનુભવાય છે, શરીરની બહાર નહિ.
સાંધ્યદર્શીન આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, એટલે તેમાં કશા જ વિકાર માનતા નથી. સંસાર અને માક્ષ આત્માના નહિ પણ પ્રકૃતિના માને છે. તેમણે આત્માને સર્વથા અરિણામી માન્યા છે.
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com