________________
I મોકલાવવાની અમારી યોજના છે. આશા છે કે પૂજ્યોની કૃપાથી તથા | આપ સહુના સાથ સહકારથી અમારી આ શુભ ભાવના સુંદર રીતે પાર પડશે જ.
સાંચનનો જીવન ઘડતરમાં ઘણો મોટો ફાળો હોય છે. એટલે જ એક તત્ત્વચિંતકે કહ્યું છે કે, ‘તમે કેવા પુસ્તકો વાંચો છો તથા કેવા | મિત્રો સાથે સોબત રાખો છો ? એટલું જ કહો તો હું તમારું જીવન | ચરિત્ર કહી દઉં !'....
RS
આજના જમાનામાં સિને સાહિત્ય વિગેરે વિલાસી સાહિત્યની લાખો નકલોએ યુવા માનસને અત્યંત વિકૃત બનાવી મૂકયું છે ત્યારે આવું સંસ્કાર પોષક સાત્ત્વિક સાહિત્ય વધુ ને વધુ પ્રકાશિત તથા પ્રસારિત થાય એ અત્યંત જરૂરી છે.
પ્રસ્તુત પ્રકાશના સંપાદક પૂજ્ય ગણિવર્યશ્રીનો, તથા તેઓશ્રીના સંસારી લઘુબંધુ શ્રી દીપકભાઇ રાયશીં ગાલા જેઓ આ પ્રકાશનના મુખ્ય દ્રવ્ય સહાયક છે તેમનો તેમજ લેસર ટાઇપ સેટીંગ I માટે હેમદીપ પ્રિન્ટર્સ વડોદરાવાલાનો તથા પ્રિન્ટીંગમાં અત્યંત સહયોગ આપનાર શ્રી મનુભાઇ આર.દોશી-કહાન પબ્લીકેશન્સનો અત્યંત આભાર માની વિરમુ છું.
વતી
લિ. શ્રી કસ્તૂર પ્રકાશન ટ્રસ્ટ સોલીસીટર હરખચંદ કુંવરજી જેઠાભાઇ (ટ્રસ્ટી) કચ્છ-બાડાવાલાના જયજિનેન્દ્ર સહ પ્રણામ
BI
o