SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સત્વ ગુણોનો સ્વાંગ સજીને સત્વર થઈ જાઓ તૈયાર, કરુણાધાર કિરતાર બનીને, ઉઘાડશે મોક્ષનો દ્વાર; i દિવ્યદેહે ત્યાં આનંદ કરો. ..સ્થિર.. ૫ ઉડી જાને તું હંસા સ્વદેશમાં ઉડી ઉડી જાને તું હંસા સ્વદેશમાં; ભૂલીશ મા માયાના પ્રદેશમાં ..ઉડી..૧ હંસાનું સંગ પ્રિય સુખકર સ્વદેશમાં, માન સરોવર ચૂખે મોતીડા.ઉડી.. કાચી આ કાયા મિથ્યા આ માયા; આડંબર દેખી ડગીશ મા..ઉડી.૩ તારૂં તપાસ મૂળ શુધ્ધ સ્વરૂપ તું; નિશ્ચલવૃત્તિથી ડગીશ મા..ઉડી..૪ સંતોનો સંગ સ્વરૂપમાં, અભેદ આનંદ તરૂપમાં ..ઉડી..૫ આત્મ આનંદે નિશદિન રમીયે; બ્રહ્મ સ્વરૂપી બ્રહ્મ આનંદમાં.ઉડી.૬ (૧૭) આત્મ અનુભવ કરો વીરા આત્મ અનુભવ કરો વીરા, છોડી રે દશ્યનું સંગજી; સદ્ગુરુજીનું શરણ ગ્રહી, સાધન કરો ધરી ખંતજી. ૧ આનંદમયતા સઘળે દીસે, થાય નહીં કલેશનું ભાનજી; એ જ આત્મ સાક્ષાત્કાર છે, સમજાય ગુરુજીની શાનજી.આત્મ.૨ આત્મ સ્વરૂપે વૃત્તિ કરે, ચિત્ત જડ ગ્રંથિ ભેદાયજી; | બુધ્ધિ આદિ ના જડ ધર્મો, જ્યારે નિજમાં ન દેખાયજી.આત્મ.૩ વિષય તૃષ્ણા સમૂળી ટળે, પરમ વિતૃષણ થવાયજી; | મનનો વેગ વધે સ્વરૂપમાં, સઘળે ચૈતન્ય ભળાયજી..આત્મ..૪ ૩૧૪
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy