SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] તીર્થંકરપરિચય ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત્ આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થંકર સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. • સંદર્ભ-સાહિત્ય:-આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે 1. સોમતિભસૂરીરચિત “સપ્તતિશત સ્થાન પ્ર” 2. “સાવશ્ય” નિર્યુત્તિ, 3.“માવશ્ય” વૃત્તિ, 4. પ્રવચન સારોદ્ધાર, 5. તિત્યોદ્ધાતિય પાન, 6. “ત્રિષષ્ઠીશભાવાપુરુષ”-ચરિત્ર, 7. “ડપન્ન-મહાપુરુષ”ચરિય, 8.‘સમવાય’ ચતુર્થ-સફળસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે • ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમશાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર લેવાતું ન હતું. મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા (જો કે હવે મારા ૬૦૦ પ્રકાશનો બહાર પડી ચુક્યા છે) હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્ર” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક-નિયુક્તિ, તિર્થોદ્માલિક પયત્રો, પ્રવચન-સારોદ્વાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે. • પાઠાંતર-ઉલ્લેખ:- અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશત સ્થાનપ્રાણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ ‘સંભવ’ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ધાલીક ’સૂત્રમાં ૫ કહ્યા છે. ભ॰ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છેપ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોદ્નાલીક’માં ૧૪૩૪ કુલ ગણધરસંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભગવંત સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભગવંત સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ મળે છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ’માં મેં નોંધેલ છે. પ્રકૃતિ સભમ્.... મુનિ દીપરત્નસાગર મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 4
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy