SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સમજ વગરના સવાઁનથી થતા લાભ, સમજ વગરના સવર્તનમાં પણ સાચી સમજને સદ્ભાવ હોય છે, સમજ ભાડે મળે છે પણ સવર્તન ભાડે મળતાં નથી, શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે, શ્રદ્ધાપૂર્વકની સમજ ઉત્પત્તિ–ટકાવ-વૃદ્ધિ અને કુલપરંપરાએ કઈ રીતે પામી શકાય છે; અને શ્રદ્ધા–સુધાંનિધિમાં પ્રવેશ કઈ રીતે કરાય છે. આ બધું યુક્તિપૂર્વક સમજાય છે. જુઓ પૃ૦ ૩૪ થી પૃ૦ ૫૮. શ્રદ્ધા-પ્રતીતિ-રૂચિ-સ્પર્શન-પાલન અને અનુપાલનના પ્રસંગને મનપૂર્વક વાંચતાં વિચારતાં અને પરિશીલન કરતાં શ્રદ્ધાનું બલવત્તરપણું જૈન શાસને સ્વીકાર્યું છે તે યથાસ્થાને છે એ સમજાયા વગર રહેતું નથી. એટલું જ નહિ પણ શ્રદ્ધા સમાજના સુંદર નિર્ણય સાથે ધર્મનું બલવત્તરપણું સમજાય છે. જુઓ પૃ૦ ૫૮ થી પૃ૦ ૭૯. ધર્મનું બળવત્તરપણું” એ નામના પ્રકરણને પ્રારંભ થાય છે. અને ધર્મની બલવત્તરતાના શાસ્ત્રીય સમાધાને સમજાવાય છે. ધર્મના ચાર પ્રકારમાં પ્રથમ દાન ધર્મનું સ્વરૂપ અને તેને સંસ્કારનું સિંચન કરાય છે. તે ધર્મની આરાધનામાં સાવધાન રહેવાની અવશ્યમેવ જરૂર છે. સાથે સાથે શીયલ ધર્મનું સ્વરૂપ સંસ્કાર અને સાવધાન રહેવાને ઉપદેશ આ બધું વિવેકપૂર્વક વિચારાય છે. જુઓ પૃ. ૭૯ થી ૯૪. | પૃ. ૯૫ થી પૃ. ૧૨૩ સુધીમાં તપાધર્મની મુખ્યતાનું દિગ્દર્શન કરાવાય છે. અને તેથી જ અનુક્રમે “તપ ધર્મની સેવનાનું સામ્રાજ્યનું પ્રવર્તન શી રીતે થાય ? “દાનાદિ ચાર પ્રકારના ધર્મને સમન્વય શી રીતે કરે ?” “અંતિમ સાધ્યસિદ્ધિના સાધને સાથે ચાર પ્રકારના ધર્મને સંબધ” ભાવધર્મ સાથે તપધર્મને સંબધ, તપોધર્મ સાથે ચારિત્રનું એકમેકપણું, સંવર-નિર્જરાના સૂમેળપૂર્વક તપાધમ અને સાધનસ્થિત સાધનના નામના પુનીત પ્રકરણે સમજતાં સમજતાં મહામંગલકારી તપાધર્મના સેવનની અનિવાર્ય જરૂરીયાત સારી રીતે સમજાવાય છે. તપાધર્મના સેવન કરનારે સેવનમાં સાવધાન રહેવાની જરૂર છે. સેવનાધારાએ તપોધમરૂપ કલ્પવૃક્ષના ફૂલ-ફલની પ્રાપ્તિ થાય પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy