________________
વર્ધમાન તપ જેવા ઉત્કટ અને મહાન તપનું સંપૂર્ણ આરાધન કરી શકયા.
થોડીઘણી પ્રતિકૂળતાની અવગણના કરીને જેમ જેમ તેઓ તપસ્યામાં આગળ વધતા ગયા તેમ તેમ તેમની પ્રતિકૂળતાઓ પણ જાણે તેમના સબળ આત્માથી હારીને ધીમે ધીમે ઓછી થઈ ગઈ. એટલે તેમના શરીરની સ્થિતિ સુધરતી ગઈ. પરિણામે તેમના ચિત્તની પ્રસન્નતા પણ વધતી ગઈ.
આ તપની શરુઆત કરી ત્યારે જિનમંદિરમાં દર્શન કરવામાં, ચૈત્યવંદન કરવામાં તથા ભાવના ભાવવામાં અર્ધા–પણે કલાક મનની સ્થિરતા રહેતી તેમાં ધીરે ધીરે વધારે થઈને હવે લગભગ ચાર કલાક સુધી સ્થિરતા રહેવા લાગી, તેથી જિનમંદિરમાં જ તેઓ ચૈત્યવંદન કર્યા પછી વિલાસપૂર્વક ભાવના, ધ્યાન અગર કાઉસગ્નમાં રહીને પિતાની આત્મિક શક્તિની ખીલવણી કરી ઘણા કર્મોની નિર્જરા કરતા જોવાય છે. ધન્ય છે એવા સ્વપરિણતિમાં રમણ કરીને પરમસુખના અંશનું આસ્વાદન કરનારા પવિત્ર આત્માઓને !!
કેટલીએક વાર એમની ઓળીની સમાપ્તિ સારી જૈન વસ્તીવાળા મુકામે થવાને પ્રસંગ આવી પડે ત્યારે ત્યાંના સંઘ તરફથી તેની ઉજવણું કવચિત મોટા મહોત્સવથી થતી હતી, પરંતુ એકાદ પૂજા વિગેરેથી સામાન્ય ઉજવણી તે પ્રાય: દરેક ઓળીની સમાપ્તિએ થયા કરતી હતી.
રાણપુરના ચોમાસામાં ૭૮ મીએાળી સમાપ્ત થઈ હતી તે નિમિત્તે ત્યાંના ભાવિકોએ ધામધૂમથી અઠ્ઠા મહોત્સવ કરીને તપોધર્મની તથા જિનશાસનની પ્રભાવના કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com