SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ એ પૂજ્યશ્રીના આખા સમુદાયમાં “નીત મોશન એ વાક્યની અસર થવામાં કાંઈ પણ કસર રહેલી જણાતી નથી. ઘણા વખત પહેલાં બનેલી ઘટના અગાઉ નહિ જણાવેલી હોવાથી આ સ્થળે જણાવાય છે કે–પૂજ્યશ્રી શિવશ્રીજી મહારાજ આદિ પાલીતાણે ચોમાસું રહ્યા હતા, તે વખતે શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ પણ પાલીતાણે ચોમાસું રહ્યા હતા. તેઓશ્રીએ આ સાધ્વીઓના વિનય, વૈયાવચ્ચ, પઠન-પાઠન, શાસનભક્તિ, તપસ્વિતા અને સુલેહસંપ વિગેરે ગુણે જોઈને કેટલાક શ્રાવકોની આગળ એમ જણાવ્યું હતું કે “ यहाँ पर जो शिवश्रीजी व हेतश्रीजी आदि साध्वीएँ हैं वे बहुत अच्छे गुणवाली और सदाचरणवाली है । वे न तो पडती हैं सांसारिक झगडोंमें और न पडती हैं किसीकी निन्दामें, सच पूछो तो बस, सारा ही साधीसमाज ऐसा ही होना चाहिये ।" પૂજ્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીએ કરેલી પોતાની પ્રશંસા સાંભળીને શ્રી શિવશ્રીજી તથા શ્રી હેતશ્રીજી વિચાર કરવા લાગ્યા કે-અહો ! ગુણાનુરાગી મહાત્માએ હરકોઈના રજ જેવડા ગુણેને ગજ જેવડા માને છે, પરંતુ આપણામાં કંઈ એવા ગુણે પ્રગટ્યા નથી. કયાં ચંદનબાળા અને મૃગાવતી જેવી પવિત્ર સાધ્વીઓના અપ્રમત્ત મહાન્ આત્માઓ અને ક્યાં આપણે પામર અને પ્રમાદી આત્મા ? પ્રમાદને ત્યાગ કરીને તે તે ઉત્તમ જીવેએ ગ્રહણ કરેલા માર્ગમાં ચાલવાના પ્રયત્નમાં ઉત્તરોત્તર વધારો કરી શકીએ તો યે આપણું અહોભાગ્ય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy