________________
પૂજ્યપાદ ગુરુજી શ્રીમતી શિવશ્રીજી મહારાજના સમુદાયરૂપ વિશાળ કાયમાં ભાલસ્થલના વિભૂષણ તિલકરૂપ પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજ હાલમાં વિદ્યમાન છે. એઓશ્રીને જ્ઞાનાભ્યાસ, ચારિત્રપાલન, પરોપકારવૃત્તિ, સમુદાયસંરક્ષણ, ધૈર્ય, ગાંભીર્ય અને ઔદાર્યાદિ ગુણાએ કરીને તેમને પ્રભાવ પોતાના સમુદાયમાં તે પડે છે જ, પરંતુ બીજા સમુદાયમાં તથા શ્રાવક-શ્રાવિકામાં પણ સારી રીતે પડતો હેવાથી એમણે ઘણાઓના વૈમનસ્યાને દૂર કરીને પરસ્પર સલાહ-સંપ અને ઐક્ય કરાવી આપ્યાં છે. . પિતાના પરિવારની દરેક સાધ્વીની જીવનચર્યા અને દિનચર્યા ઉપર તેઓ ઘણું જ સૂમદષ્ટિથી અવલોકન કરતા રહે છે. કઈ પણ સાધ્વીઓમાં જરા પણ વૈમનસ્ય અથવા અગ્ય પ્રવૃત્તિ જેવા-જાણવામાં આવે તો તરત જ તે વ્યક્તિને નહિ પણ આખા સમુદાયને ઉદ્દેશીને ગતિરૂપે એવી હિતશિક્ષા આપે કે પેલી વ્યક્તિને ખોટું લાગે નહિ અને પોતાના વર્તનને સુધારી લે. આવી દીર્ધદષ્ટિ પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજીમાં હોવાથી તેમના બહોળા સાધ્વી–સમુદાયમાં જે એકતા, સચારિત્રતા, વિદ્વત્તા, તપસ્વિતા અને પરોપકારિતા આદિ ગુણે જેવામાં આવે છે તેથી જ એમને સમુદાય સંયમજ્ઞાનાદિ માટે ઘણે પ્રખ્યાત અને ઉચ્ચકેટિને ગણાય છે.
તેઓશ્રીની સેવા માટે કોઈ પણ સાધ્વીઓ તેમની પાસે જાય ત્યારે તેમને કોઈ પણ હિતશિક્ષા સાંભળવાની મળે જ. જાતજાતના એવા પ્રશ્નો પૂછે કે-જે સાંભળતાં દરેકને કંઈ ને કંઈ જાણવાનું-શિખવાનું મળે. હાલમાં તેઓશ્રીની ઉંમર ૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com