________________
શ્રીબદ્ધમાન તપ મહાભ્ય.
દ્રવ્ય વ્યય કરવા ઉપરાંત અનુકંપાદાન, અભયદાન અને ઉચિતદાનની રેલમછેલથી નદીઓ વહેતી કરી. છેવટે તે બને દંપતી સંયમ લઈ, નિરતિચાર ચારિત્ર પાળી પુણ્યવાન ચંદનનો જીવ અમ્યુરેંદ્ર થયે અને ભદ્રાને જીવ સામાનિક દેવ થયે.
ઉપર પ્રમાણેની દેશના આપીને શ્રીધર્મઘોષસૂરીશ્વરજીએ જણાવ્યું કે-હે શ્રીચંદ્ર! ચંદન શેઠને જીવ અચુદ્રપણાથી “ ગ્રેવીને તું શ્રીચંદ્ર થયે અને ભદ્રા શેઠાણીને જીવ સામાનિક દેવપણાથી ચવીને ચંદ્રકળા નામની તારી મુખ્ય સ્ત્રી થઈ. નરદેવને જીવ શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરતાં અનુક્રમે ગુણચંદ્ર નામને તારે મિત્ર થયે. પાડેસની સેળ સિયે તપ કરીને દેવપણે ઉત્પન્ન થઈ હતી તેઓ ત્યાંથી આવીને રાજકન્યાપણે ઉત્પન્ન થઈ. તારી ઉપરના અત્યંત અનુરાગને લઈને તારી પ્રેમાળ પત્નીઓ થઈ. પેલો હરિદાસ નોકર અને ધાવમાતા અનુક્રમે લક્ષમીદત્ત શેઠ અને લક્ષમીવતી થયાં. પ્રેમને પ્રવાહ અને વૈરના વહેણ અનુપમ રીતિએ વહ્યાં જ કરે છે. પૂર્વના સંબંધ વગર પ્રેમ અગર વૈરને પ્રાદુર્ભાવ થતા જ નથી. પિતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને ગુણચંદ્ર, ચંદ્રકળા અને રત્નાવતીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વેર લેવાના વિચિત્ર પરિણામને તિલાંજલિ આપી શ્રીચંદ્ર વિદ્યાધરને અને વિદ્યાધરેએ શ્રીચંદ્રને ખમાવ્યા. પછી વિદ્યાધરોએ પોતાની પુત્રીઓને શ્રીચંદ્ર સાથે પરણાવીને આકાશગામિની અને કામરૂપિણું વિગેરે અનેક વિદ્યાઓ પણ ચંદ્રને બહુમાનપુરસ્સર અર્પણ કરી.
અઢળક સંપત્તિ અને ભેગવિલાસના ભવ્ય અનુપમેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com