________________
શ્રીવહેમાન તપ મહાભ્ય. મહારાજાએ રજા ન આપી તેથી ખિન્ન થએલી સુંદરીએ પોતાના કાર્યની સિદ્ધિ માટે આયંબીલ તપની શરૂઆત કરી ને કાયાની કાન્તિ તજી દીધી. જ્યારે સુંદરીના ૬૦૦૦૦ વર્ષના આયંબીલ લગાતાર પૂરાં થયાં ત્યારે એ ઉગ્ર તપસ્યાથી તેના શરીરની સાત ધાતુઓ સાથે શરીર સુકાઈ જવાથી તેના રૂપ અને લાવણ્ય પણ નામશેષ થઈ ગયાં. તે અવસરે છ ખંડ સાધીને ભરત મહારાજા પણ અયોધ્યામાં આવી પહોંચ્યા અને સુંદરીના શરીરને જોઈને તેના મનોભાવ જાણીને તેને દિક્ષા લેવાની અનુમતિ આપી અર્થાત સંસારસમુદ્રથી તારનારી નૌકાસમાન દક્ષાની પ્રાપ્તિ માટે આયંબીલની ઉગ્ર તપસ્યા કરીને ઈષ્ટ સિદ્ધિ મેળવી. અનુક્રમે ઘનઘાતી કર્મને વિનાશ કરી, કેવળજ્ઞાન પામીને છેવટ મોક્ષસુખને પ્રાપ્ત કર્યું. વધુ જિજ્ઞાસુઓએ ચરિત્ર ગ્રંથ વિચારો જરૂરી છે.
મિયાદષ્ટિ નારદમુનિનું સમ્યકત્વધારી સતી દ્રૌપદીએ જૈનમુનિના જેવું સન્માન નહિ કર્યું. તેથી તેને દુઃખમાં પાડવા માટે પદ્યોત્તર નામના વિષયલંપટી રાજા આગળ નારદમુનિએ હોપદીના રૂપ-લાવણ્યના ખૂબ વખાણ કરીને તેનું હરણ કરી લાવવાને માટે લલચા. પરિણામે પક્વોત્તર રાજા સતી દ્રૌપદીને ઉપાડીને પોતાની રાજધાની અમરકંકા નગરીમાં લઈ ગાળે. તે અવસરે એક તરફ કોપદીની શુદ્ધિ મેળવવા માટે પાંચે પાંડેએ મહેનત કરવા માંડી. અને બીજી તરફ પોતે અત્યંત સંકટમાં આવી પડેલી છે એમ જાણુને સતી દ્રૌપદીએ
જ્યાં સુધી મારી મદદમાં કેઈ આવે નહિ ત્યાં સુધી લાગવાગટ છઠ્ઠની તપસ્યા અને પારણે આયંબીલ કરવાને અભિ૩ લીધે” અને પદ્યોત્તર રાજાએ વિષયભોગની માગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com