________________
૧૧૪
સંસારની ઈમારતનું મૂળ આહાર ! ઉપાધ્યાયજી મહારાજે તપપદની પૂજાની થી કડીમાં (ગાથામાં) આ પ્રમાણે જણાવી છે
ફળ શિવસુખ મહેડું સુરનરવર,
સંપત્તિ જેહનું ફૂલ, તે ત૫ સુરત સરિખે વંદુ
સમમકરંદ અમૂલ રે,
ભવિકા ! સિદ્ધચક્રપદ વંદો. ” ઉપરની ગાથામાં તપધર્મરૂપ કલ્પવૃક્ષના ફૂલ-ફળ સમજ્યા. હવે તધિર્મમાં અનેકવિધ તપના અનુષ્ઠાને હોવા છતાં આયંબીલ તપ અને આયંબીલથી વૃદ્ધિ પામતે શ્રીવર્તમાનતપ શિરોમણિ ભાવને ધારણ કરે છે તે સંબંધી હવે આપણે આગળના પ્રકરણમાં વિચાર કરીએ.
સંસારની ઇમારતનું મૂળ આહાર. તપ ધર્મના સેવનમાં આયંબીલતપની અને આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાનતપની વિશિષ્ટતાને વીતરાગ ભગવંતે એ સ્વમુખે દેશનામાં વર્ણવી છે. ગણધરભગવંતએ તે દેશનાને આગામાં ગુંથી છે અને શાસ્ત્રકારોએ શાસ્ત્રોમાં ઠામઠામ ઉપદેશેલી છે. આહારના અભિલાષને,વાસનાને, આસક્તિને અને અભ્યાસને તિલાંજલિ દેવરાવવાની શકિત આયંબીલતપોધ અખત્યાર કરેલી છે.
સંસારમાં પરિભ્રમણ કરનારા જેની શરૂઆત આહારની શરુઆતથી જ થાય છે. અંતાવસ્થાએ અર્થાત્ મરણ સમીપે પહોંચી ગયેલા જીવ બીજું બધું ભૂલી જાય છે પણ આહારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com