SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તપાધરૂપ કપવૃક્ષના કુલ-ફળ. દુતિમાં કેવી રીતે ઘસડી જાય છે ? આવી જાતના અનેકવિધ પ્રશ્નના ઉપસ્થિત થાય તેનું પૂરેપૂરું સમાધાન ગુરુગમથી પ્રાપ્ત કરીને સર્વજ્ઞકથિત શાસ્રસિદ્ધ નિર્ણયને હૃદયંગમ કરી શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ-સ્પન-પાલન અને અનુપાલનાદિમાં ઉત્તીણુ બનેલે, બહુશ્રુતધરાના સમાગમને સાધનારા, આશ્રવને સર્વથા રોધનારા, સવરભાવને સર્વદા સેવનારા, સર્વનાશ કરનાર સંકલ્પ-વિકાને છેડનારા, નાશવંત વસ્તુના નાશમાં સમભાવને રાખનારા તપસ્વી આત્મા તપેાધર્મ દ્વારા અંતિમ સાધ્યને સાધી શકે છે, પૂર્વે સાધી ગયા અને ભવબ્યમાં પણ. સાધશે એ નિ:શંક નગ્ન સત્યના સદૈવ સ્વીકાર કરીને તપાધર્મનુ સેવન કરવા જરૂર ઉજમાળ થાઓ. ૧૧૧ તપોધરૂપ કલ્પવૃક્ષના કુલ-ફળ. સ્યાદ્વાદ સિદ્ધાંતમુદ્રાથી મુદ્રિત થયેલ જૈનશાસનમાં અંતિમ સાધ્ય મેાક્ષ છે. મેાક્ષ-પ્રાપ્તિના અમેાધ સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચારિત્ર. આ સાધનાની પ્રાપ્તિ કરનારને અનુક્રમે અનંતાનુબન્ધિ કષાયને ક્ષયાપશમ-ક્ષય થવાદ્વારાએ સમ્યગ્દર્શન-સમ્યકૂજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે પછી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની કષાયાના ક્ષયાપશમાદિમાં અનુક્રમે અંશિક અને સર્વવિરતિરૂપ ચારિત્ર ધર્મસેવનને માર્ગ ખુલ્લે થાય છે. તે સાધનાના પરસ્પર શે। સંબંધ છે ? અને એમાંથી એકના પણ અભાવ હોય તેા સાધકની સાધ્યુંસિદ્ધિ થઈ શકતી નથી. આ બધું વિસ્તારથી શંકા-સમાધાનપૂર્વક પૂર્વના પ્રકરણમાં આપણે વિચારી ગયા. ચારિત્ર અને તપના ભેદાભેદ સબંધને તથા તે બન્નેના ( ચારિત્ર–તપના ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy