________________
ધર્મનું બલવત્તરપણું.
૯
સમાર્વેશ થાય છે ?, સઘળા ધર્મમય અનુષ્ઠાનમાં બલવત્તર ધર્મમય અનુષ્ઠાન કર્યું છે? આ બધા પ્રશ્નોના હૃદયંગમ ઉત્તરો આપીને પછી આપણે આરાધવા યોગ્ય બલવત્તર ધર્મમય અનુષ્ઠાન તરફ આગળ વધીએ
ધમનું બલવત્તરપણું રણસંગ્રામમાં રણે ચઢેલે રણો હાથવેંતમાં વિજય મળવાને હેય તે અવસરે પાછાં પગલાં માંડે, બારે માસ ખંતથી અભ્યાસ કરનાર વિદ્યાથી પરીક્ષાના દિવસોમાં પાના રમવામાં પડી જાય, વ્યાપારમાં મસ્ત બનેલે કુશળ વ્યાપારી ભરોસમ આવે ત્યારે મામા-માસીના ઘર ગણવા માંડે અને પરણવા નિકળેલે વરરાજા પિતાની પ્રિયાના હસ્તપલ્લવના પ્રથમ સ્પર્શથી પ્રાપ્ત થનારા આનંદમાં ડૂબી જઈને હસ્તમિલાપ થયા પહેલાં જ જે ઘેરવા માંડે તે તે બધાઓને પાછળથી પારાવાર પસ્તા થાય છે અને લોકોમાં પણ તેઓની હાંસી થાય છે તેમ આ ગ્રંથમાં કહેવાના વિષયને સ્કૂટ કરનારાં સુંદર પ્રકરણેને હવે જ આરંભ કરાય છે. અને તે પ્રકરણે વિશેષ રસદાર હોવાથી વાંચકે એ હવે સાવધાની રાખવાની છે અર્થાત કોઈપણ જાતના પ્રમાદને વશ નહિ થતાં જાગૃત રહેવાનું છે, નહિ તો ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશવિજયજીની પેલી સુપ્રસિદ્ધ–
અંધા આગળ આરસી, હેરા આગળ ગીત, મૂરખ આગળ કહેવું યુક્તિનું, એ ત્રણ એક જ રીત. ૧ ૧ અંધા આગળ દરપણુ દાખવે, બહેરાં આગળ ગીત; મુરખ આગેરે કહેવું યુક્તિનું, એ સવિ એક જ રીત.
(ઢાલ ૬ ઠી, ગાથા ૨૦, દેઢ ગાથાનું સ્તવન) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com