________________
યમાં સર્વ સ્થાપિત કરજે. હવે હું જાઉં છું, તું તારા પ્રવાસને આગળ ચલાવ, એટલે કર્તા, કર્મ અને ક્રિયાની ત્રિમૂર્તિ તને સામી મળશે. આટલું કહી તે જ્ઞાન સાથે ત્યાંથી પસાર થઈ અદશ્ય થઈ ગયું. પ્રવાસી એ દિશા તરફ જઈ વંદન કરતો ક્ષણ વાર ઊભા રહ્યા પછી તેણે પિતાને પ્રવાસ આગળ ચલાવ્યું.
જેની આસપાસ કાંતિનું તેજ પ્રકાશમાન થઈ રહ્યું છે અને જેની શાંત મુખમુદ્રા હૃદયના શાંત સ્વરૂપને દર્શાવી રહી છે– એવી તે ત્રિમૂર્તિ તેની દષ્ટિ આગળ દશ્યમાન થઈ ઉભી રહી પ્રવાસીઓ સાનંદાશ્ર સહિત તેને વંદના કરી. અને ક્ષણવાર પછી વિનય વાણીને ઊચ્ચાર કર્યો–હે મહાશ, આપ ત્રિમૂર્તિના મને પ્રથમ દર્શન થયાં હતાં, પણ તે વખતે આપના મુખમાંથી ગિરાને આવિર્ભાવ મારાથી સમજાય તે થ ન હતું. અને તેથી મને આપના સ્વરૂપને લાભ પૂર્ણ રીતે મ ન હતું તે આ વખતે મને તે અપૂર્વ લાભ આપે,
પ્રવાસીની આ વિનયવાણી સાંભળી તે ત્રિમૂર્તિએ એકીસાથે કહ્યું, ભદ્ર, અમે ત્રિમૂર્તિકર્તા, કર્મ અને ક્રિયારૂપ છીએ. અમારા સ્વરૂપનું જ્ઞાન મેળવવું હોય તે નીચેની એક હૃદયવેધક કવિતા સ્મરણમાં રાખજે -
તા .
"करता परिनामी दरव, करमरूप परिनाम । कि.रया परजैकी फिरनी, वस्तु एक जय नाम ॥ १ ॥
આ કવિતા સાંભળી પ્રવાસીએ પ્રેમ લાવીને કહ્યું, મહાશય ત્રિમૂર્તિ, તમે કહેલી કવિતાથી તમારું સંક્ષિપ્ત સ્વરૂપ તે મારા
T, ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com