________________
સ્વરૂપને અનુભવ ન થાય, ત્યાં સુધી આ ભૂમિકામાં પ્રતિપાદન કરવાની કર્તિ, કર્મ અને ક્રિયા–એ ત્રિમૂર્તિનું યથાર્થ જ્ઞાન થઇ શકે નહીં, તેથી તારે પ્રથમ મારા સ્વરૂપને જાણવું જોઇશે.
પ્રવાસીએ અંજળિ જોડી કહ્યું, “મહાનુભાવ, હજુસુધી તમારા અંતરંગ સ્વરૂપથી હું તદન અજ્ઞાત છું, તથાપિ તમારા નામ ઉપરથી તમારા બાહા સ્વરૂપનું ભાન મને થઈ આવે છે. તે સ્વરૂપને વિચાર કરતાં મારા હૃદયમાં અતિશય આનંદ ઉદ્દભવે છે. આ ભારતવર્ષ ઉપર આહત ધર્મને ઉઘાત, તાત્વિક વિચારેને વિકાશ, વસ્તુ સ્વરૂપનું યથાર્થ ભાન અને સિદ્ધિપદ સુધી પહોંચવાની અગાધ શક્તિ– એ બધું જ્ઞાનના સામર્થ્યને આધીન છે. જ્ઞાનના સામર્થ વિના ધાર્મિક, સાંસારિક, તાત્વિક કે વ્યવહારિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકાતી નથી. તેથી હે મહાનુભાવ, આપ આ જગતના મહાન ઉપકારી છે. આપને દિવ્ય પ્રભાવ આ જગતને મહાન ઉદ્ધાર કરવાને શક્તિમાન છે. હવે આપ કૃપા કરી મને મારા પ્રવાસમાં ઉપગી થાઓ.”
જ્ઞાન સામર્થ્ય ઉત્સાહથી કહ્યું, ભદ્ર, નીચેની કવિતા તારા હૃદયમાં હમેશાં યાદ કરી રાખજે:
સવૈયા. " जगमें अनादिको अज्ञानी कहै मेरो कर्म, करतामें याको किरियाको प्रतिपाखी है। अंतर सुमति नासी जोगसों जयो उदासी, ममता मिटाय परजाय बुधि नाखी है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com