________________
( ર ). नहि निद्रा जयरोग, सोग विस्मय न मोहमति जरा खेद परस्वेद, नाहिं मद वैर विषे रति, चिंता नांहि सनेह, नाहि जह प्यास न नुपन; . . थिर समाधि सुख सहित, रहित अहारह दूषन ॥१॥
આ કવિતા ઉપરથી જણાય છે કે, જે અઢાર મણકાને શ્યામ બેરખો જોવામાં આવ્યું, તે અઢાર દૂષણથી સૂચના કરવાનું ચિન્હ હતું અને પાછો તે વિલય થઈ ગયે, તે ઉપરથી જણાય છે કે, આ ગુણસ્થાનકે તે અઢાર દોષ દૂર થઈ જાય છે અને સિદ્ધ ભગવાનની પવિત્ર પદવી પ્રાપ્ત કરાય છે.
આ પ્રમાણે વિચારતાં પ્રવાસીને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, પ્રવાસભૂમિને બધે દેખાવ અંતહિંત થઈ ગયે. આ ચિદ રજજુ પ્રમાણ કલોક તેને હસ્તામલકત દેખાયું. તાત્વિક અને તાત્વિક પદાથે તેની જ્ઞાનમય દૃષ્ટિ આગળ ખડા થઈ ગયા. પ્રવાસી કેવળી થઇ ઉભા ત્યાં તે પૂર્વની ભૂમિ તેમના જોવામાં આવી. ક્ષણવારે તેમની પાસે પવિત્ર વેષને ધારણ કરનારા જૈન મુનિઓ આવ્યા અને ત્રિકરણ શુદ્ધિથી તેમને વાંદવા લાગ્યા. કેટલાએક શ્રાવકે અને શ્રાવિકાઓ પણ તેમના દર્શન કરવાને આવ્યા. પરમ તપસ્યાને આચરનારી સાધ્વીઓએ આવી તેમને વંદન કર્યું, ચતુર્વિધ સંધને સમાજ એકત્ર થયેલ જોઈ કેવલી ભગવાને તેમને દેશના આપી, જે દેશના સાંભળી અનેક ભવ્ય જીવો પ્રતિબંધને પામ્યા હતા,
દેશના સમાપ્ત થયા પછી જેણે આ પ્રવાસભૂમિની કલ્પના ઉભી કરી હતી એ તેને પેલે ઉપકારી દેવ ત્યાં આવ્યું અને તેણે કેવળીને વંદના કરી કેવળીએ પ્રસન્ન થઈ તેની તરફ જોયું અને વાણીને. ઉચ્ચાર કર્યા વગર હદયમાં તેના ઉપકારનું સ્મરણ કર્યું..
આ વખતે કેવળી પ્રવાસીના આયુષ્ય કર્મની સમાપ્તિ થઈ. તરતજ તેમ કેવળી ભગવંત શૈલેષીકરણથી ધ્યાનસ્થ થયા અને તે સાથે જ નિર્વાણપદને પ્રાપ્ત થયા. તે કાળે આવી દેવતાઓએ તેને નિર્વાણ મહત્સવ કર્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com