________________
જાગ્રત થઈ વિનીત ભાવથી –હે વિધહિતકારી, હિતેપદેશ, તમારી આ વાણુએ મને એક દિવ્યરસમાં મગ્ન કરી દીધો છે. હવે કૃપા કરી તેનું વ્યાખ્યાન કરી સંભળાવે.
હિતોપદેશ હર્ષિત થઈને બે ન્કેઈ બુદ્ધિવંત સમ્યગ્ગદષ્ટિ પુરૂષે પિતાના શરીરને એક ઘરરૂપે જોવું અને પછી તેની અંદર વિચાર કરી જડ ચેતનને ભિન્ન ભિન્ન સ્વભાવ જાણું લે. તે સાથે વસ્તુ સ્વભાવને વિચાર કરે, અતીત, અનાગત અને વર્તમાન કાળે મહરસમાં ભિન્ન થઈ કર્મબંધમાં વિલાસ કરતાં પિતાના ચિદાનંદ પરમાત્માને ઓળખવે, તે પછી તે અનુક્રમે બંધને વિદાર જાય છે, કાર્ય કરી મેહના સ્વભાવને મૂક્તો જાય છે, પોતાના આ ત્માનું ધ્યાન કરતો જાય છે, અને અનુભવમાં પ્રકાશમયરૂપને અવેલેક્તો જાય છે. પછી તે કર્મરૂપ કલંક તથા કાદવથી રહિત પ્રગટરૂપ, અચળ, અબાધિત અને શાશ્વત એ નિરંજન પરમાત્મા પિતેજ છે, એવું તે દેખી શકે છે.
આ પ્રમાણે વ્યાખ્યાન કરી હિતોપદેશે વિશેષમાં જણાવ્યું કે, ભદ્ર, હવે તારે ગુણ અને ગુણીના અભેદને માટે વિચાર કરે. જે વિચાર આ પ્રમાણે છે, “શુદ્ધ અનુભવ એ ગુણ છે, અને આત્મા ગુણી છે, તેના અભેદ સ્વરૂપને માટે જૈન આગમ આ પ્રમાણે કહે છે. શુદ્ધ આત્મસ્વરૂપી આત્માને જે અનુભવ છે, તેજ વિશેષરૂપ જ્ઞાન સંપતિ છે. તેમાં આત્મા ગુણી છે, અને અનુભવ જ્ઞાન ગુણ છે. હવે એ બે વસ્તુ શું છે? એ જે વિચાર કરીએ તે એક આત્મપદાર્થ જ ભાસે છે, એકજ પદાર્થમાં “ આ ગુણ અને આ ગુણી’ એવા બે નામ છે, તેનું નામ જ ભેદ કહેવાય છે. આવી રીતે સર્વ પ્રકારે પિતાને ગુણ ગુણી રૂપ લેખી જે કઈ આત્મધ્યાન કરે તો તેને અશુદ્ધ વિભાવની દશા મટીને સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે કહી મહાનુભાવ હિતોપદેશે આગળ ચાલવા માંડયું એટલે જૈન મુસાફરે વિનંતિ કરી જણાવ્યું, મહાનુભાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com