________________
( ૧૦ ) તે પગ અસિદ્ધ વસ્તુનું સાધન કરે છે. પણ જ્યારે પરમાત્માને અનુભવ સિદ્ધ થશે. ત્યારે તે નિક્ષેપના વંશને તદન નાશ થઈ જાય છે. જેમ સૂર્યને પ્રકાશ થતાં અંધકાર નાશ પામી જાય છે, તેમ પરમાત્માને અનુભવ સિદ્ધ થતાં એ નિક્ષેપને લય થઈ જાય છે,
એ પરમાત્માને નય, પ્રમાણ અને નિક્ષેપાદિ જે જે વસ્તુ સાધક છે, તે સર્વ વસ્તુ પરમાત્માના અનુભવમાં બાધક થાય છે. કારણકે, જ્યાં સુધી નય, પ્રમાણ અને નિક્ષેપને પરિવાર હેય, ત્યાંસુધી શુદ્ધ અનુભવ છે કે નહીં એથી તે બાધક ગણાય છે, બાકી જે રાગદ્વેષની દશા છે, તેની તો શી વાત કરવી ? તેમાં તે નય વગેરે કહેવાજ જોઇએ,
નિશ્ચયનયના આ વચનેએ પ્રવાસીને હદયમાં વિશેષ પ્રકાશ પાડે એથી તેણે નીચે પ્રમાણે પ્રશ્ન કર્યો,
મહાનુભાવ, હવે અનુભવમાં શુદ્ધ સ્વરૂપ જીવની વ્યવસ્થા કહી સંભળાવે, જેથી મારું અંતરંગ અતિશય આનંદ મિશ્ન થાય,
નિશ્ચયનય સાનંદ થઈ બે –ભદ્ર, સાંભળ, જીવની પિહેલી અવસ્થા નિગદ છે, અને છેલ્લી સિદ્ધાવસ્થા છે. આદિ નિગોદ અને અંત સિદ્ધ અવસ્થાની વચ્ચે જીવ ચેતનારૂપે પિતાના પૂર્ણ સ્વભાવે કરી ચુક્ત છે. તે શુદ્ધ ચેતનામાં પરસ્વરૂપ જે જડ સ્વરૂપ અને પરાગ જે પુગલ સંગ તેની દશા કલ્પના અને વિચારણથી તે મુક્ત છે, તેને સ્વભાવ આદિ અંત સુધી એકજ છે. તે ચેતના સર્વદા રસમય અને પ્રગટ વસ્તુ છે. તેને જૈન આગમમાં મારા શુદ્ધ સ્વરૂપ (શુદ્ધ નિશ્ચયનય)નું આલંબન કહેલ છે. જેવી રીતે તેનું કથન કરેલું છે, તેવી રીતે તે વચન વ્યવહારમાં વિરાજમાન રહે છે.
આવા નિશ્ચયનયના વચન સાંભળી જેને પ્રવાસીને જે આનંદ થઈ આવ્યું. તે અવર્ણનીય અને અનિર્વચનીય હતે. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com