________________
( ૧૬ ) દેહ કાગળની પડીની જેમ શેડો ધકે લાગવાથી કુટી જાય છે અને જુની મેલી ચાદરની જેમ કેરાથી ફાટી જાય છે–એવા એ દેહ ઉપર મૂઢ લેક મમતાથી મિથ્યા વાણી કહે છે અને તેને મમતાથી પિછાને છે. સુખને હાનિ કરનાર એ દેહના નેહથી તથા સંગથી અમારી બુદ્ધિ શેલડી પીલવાના કેહાના બળદની ગતિના જેવી થઈ ગઈ છે - આ કવિતા સાંભળી પ્રવાસી આશ્ચર્ય મગ્ન થઈ ગયે તેની નિર્મળ મનવૃત્તિમાં વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ આવી. તેણે દેહને માટે હદયમાં વિચાર કરવા માં–હે આત્મા, આવા મલિન દેહને મેહ રાખીશ નહીં. તારા હૃદયની સાથે એ દેહની મમતાની દઇ સાંકળ બાંધીશ નહીં. આખરે એ મલિન દેહ પણ તારે નથી, તારા જીવાત્માને જ્યારે તેનાથી ભિન્ન ભાવ થશે ત્યારે તને એના સ્વરૂપનું ભાન થશે આટલું વિચારી પ્રવાસીએ કર્મચેતનાને પ્રશ્ન કર્યો,
પ્રવાસી–દેવી, તમે શેલડીને પીલવાના કેહાના બળદનું જે દૃષ્ટાંત આપ્યું, તેનું શું કારણ છે? તે મને સમજાવો. ૨ -
કમચેતના–પ્રિય ભાઈ, એ દષ્ટાંત વિષે કઈ જૈન કવિઓ ખાસ કવિતા કરેલી છે, તે સાંભળ:
વૈયા. " पाटी बंधे लोचनसों संकुचै दबोचनिसों, कोचनिको सोचसो नि वेदे हेद तनको; धावाही धंधा अरु कंधामा ह बग्यो जोत, बार बार पारस है कायर है. मनको;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com